જાણો 1થી 12 નંબરના સિગ્નલને: ‘તાઉ-તે’ને પગલે ભાવનગર, દહેજ, અને દમણમાં નં.11નું સિગ્નલ

વાવાઝોડાના ખતરા માટે બંદર પર ઈ.સ.1805 થી લાગે છે સિગ્નલ સિસ્ટમ. ગુજરાતનાં બંદરો પર પવનની ગતિના હિસાબથી 12 સિગ્નલ ફરકાવવામાં આવે છે
‘તાઉ-તે’ વાવાઝોડું ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાશે. હાલમાં વાવઝોડું દીવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકિનારે અલગ-અલગ નંબરના સિગ્નલ રાખવામાં આવે છે. જોકે મોટા ભાગના લોકોને આ સિગ્નલ કેમ છે અને શું કામ કરે છે એ અંગે જાણકારી નથી. આ અહેવાલના માધ્યમથી આજે તમને બંદરો પર લાગેલા 1થી 12 સિગ્નલ વિશે કેટલીક જાણકારી આપી રહ્યા છીએ.
સૌરાષ્ટ્રમાં હાલમાં બે સિગ્નલ છે
આ સિગ્નલોને બ્યુફર્ટ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે, જેને બ્રિટિશ શાસન દરમિયાન શરૂ કરાયા હતા. બ્રિટિશ નૌકા અધિકારીએ ઈ.સ.1805 માં પ્રથમ વખત પવનની સ્પીડને આધારે ફ્રાન્સિસ બ્યુફર્ટે નક્કી કર્યો હતો. હાલમાં ગુજરાતના દરિયાકિનારે તેમજ બંદરો પર આવાં 12 સિગ્નલ ફરકારવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં હાલમાં બે સિગ્નલ છે, જે આગામી સ્થિતિના આધારે વધારી શકાય છે.
ભાવનગર, દહેજ, અને દમણમાં 11 નંબરનું સિગ્નલ
વાવાઝોડુ નજીક આવતા ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા છે. અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણમાં 11 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ વેરાવળ બંદર પર તોફાની પવન ફૂંકાય એવી દહેશત લોકોમાં છે. ગીર-સોમનાથ- વેરાવળ બંદર પર ખૂબ જ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડું વેરાવળ બંદરની ઉત્તર તરફનો કિનારો ઓળંગવાની શક્યતા છે, આથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થશે.
લાઈવ સમચાર અને વાવજોડું કાય છે તે જોવા આ લિંક પર ક્લિક કરો
Tau-te ‘hurricane will hit the coast of Gujarat tonight between 8 and 11 between Porbandar and Mahuva at a speed of about 155 to 165 kmph. The hurricane is currently 250 km from Diu and 290 km from Veraval. The state government has claimed that it has made full preparations for this. Meanwhile, a red alert has been issued in the state. Different number of signals are kept on the coast. However most people do not know why this signal is and what works. Through this report, we are giving you some information about the 1 to 12 signals at the ports today.
Saurashtra currently has two signals
These signals are known as the Beaufort Scale, which was introduced during the British rule. It was first determined by a British naval officer, Francis Beaufort, in 1805 on the basis of wind speed. At present, 12 such signals have been sent to the coast and ports of Gujarat. Saurashtra currently has two signals, which could be amplified depending on the next situation.
1946 માં સિગ્નલ નંબર 17 સુધી પહોંચી ગયા હતા
સામન્ય રીતે સિગ્નલ 12 નંબર સુધી જ હોય છે, પરંતુ પવનની ગતિમાં અતિવધારો થાય તો નંબર વધી પણ શકે છે, જેમ કે 1946 માં આવેલા વાવાઝોડાને કારણે સિગ્નલ નંબર 17 સુધી પહોંચી ગયા હતા. 1964 માં બંગાળના આવેલા વાવાઝોડા બાદ બ્રિટિશ સરકારે ભારતમાં પણ હવામાનનો વિગતવાર અભ્યાસ કર્યો હતો, સાથે જ ક્યારેક વાવાઝોડાની સ્પીડ માત્ર એક કલાકમાં 150થી 250 સુધીની હોય છે એ પણ જોવા મળ્યું હતું.

યુદ્ધના ધોરણે તૈયારીઓ
એનડીઆરએફની કુલ 44 ટીમ તહેનાત
ICU ઓન વ્હીલ જેવી વ્યવસ્થા સ્ટેન્ડબાય
તાલુકા મથકોએ વીજપુરવઠો ના ખોરવાય માટે જીઈબીની ટીમો ખડે પગે
વૃક્ષો પડવાની આશંકાને પગલે ફોરેસ્ટ, કોર્પોરેશનની ટીમો પણ સ્ટેન્ડબાય
આર્મી, નૌસેના, વાયુ સેના પણ સ્ટેન્ડબાય
ઓક્સિજન સપ્લાઇ ના અટકે એટલે હોસ્પિટલોમાં જનરેટર, પાવર બેંકની વ્યવસ્થા
અનેક ગામડાંમાંથી દોઢ લાખ લોકોને કોવિડ પ્રોટોકોલથી સલામત સ્થળે ખસેડાશે
રાજ્યમાં બે દિવસ વેક્સિનેશન કેન્દ્રો બંધ
સ્વૈચ્છિક સંસ્થાઓને તૈયાર રહેવાનો આદેશ
વાવાઝોડાનો વ્યાપ 35 કિમી, ગુજરાત તરફ 16 કિ.મી.ની ઝડપે આવી રહ્યું છે
વાવાઝોડાથી કર્ણાટકમાં 4, મહારાષ્ટ્રમાં 2 મોત થયાં. 7 જિલ્લા અસરગ્રસ્ત છે. અંદાજે 300 લોકો શરણાર્થી કેન્દ્રોમાં છે.
ગોવામાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં. મહારાષ્ટ્રના મુંબઇ સહિત 4 જિલ્લા તથા કોંકણમાં ભારે વરસાદ થઇ શકે છે. તટીય રાજ્યોમાં એનડીઆરએફની 101 ટીમ તહેનાત કરાઇ છે. સૌથી વધુ જોખમ ગુજરાતમાં છે.
વાવાઝોડાના કેન્દ્રનો ઘેરાવો 30થી 35 કિ.મી. છે. અહીં વાદળો પણ નથી કે ભારે પવન પણ નથી ફૂૂંકાઈ રહ્યો, જ્યારે ઘેરાવામાં સૌથી તેજ અંદાજે 150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જમીન સાથે વાવાઝોડું ટકરાતી વખતે પવનની ગતિ 100-120 કિ.મી. થવાનો અંદાજ છે અને એ ‘અતિભીષણ’માંથી ‘ભીષણ’ની કેટેગરીમાં ફેરવાઈ જશે.