Share Your Friends

40 કરોડના ખર્ચે સાળંગપુરમાં બની રહ્યું છે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય

શ્રીકષ્ટભંજનદેવના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. દિવ્યભાસ્કર એપ તમને સૌથી પહેલા આ હાઈટેક ભોજનાલયની ઝલક બતાવે છે. સાત વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે. આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે. હાલ અહીં 160થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે. દિવ્યભાસ્કરે કષ્ટભંજનદેવ મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી સાથે અને ભોજનાલયની ડિઝાઈન બનાવનારા આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જર સાથે ખાસ વાતચીત કરી હતી.

નવું ભોજનાલય કેમ બનાવવું પડ્યું?
આ અંગે વાત કરતાં શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું હતું કે ”અત્યારે મંદિર પરિસરમાં જે ભોજનાલય છે એ ત્રીસ વર્ષ જૂનું છે, જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ આપવામાં આવે છે. સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે, જેને લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગે છે. શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલે મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામી, વડતાલના આચાર્ય રાકેશપ્રકાશ દાસ અને મંદિરના પૂજારી ડી. કે. સ્વામી દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરાયું હતું. આ નવું ભોજનાલય અંદાજે 35થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે ”

ભોજનાલયની વિશેષતા


ભોજનાલયની વિશેષતા અંગે આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે ”આ ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. આ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે, એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે તોપણ અંદરનું તાપમાન નીચું રહેશે ”

એકસાથે ચાર હજાર લોકો પ્રસાદ લઈ શકશે
આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જરે કહ્યું હતું કે ”ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110×278 ફૂટનો છે અને એમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હોલ છે. આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે. ભોજનાલયનું કિચન 60X100 ફૂટમાં બનાવવામાં આવશે. કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહીં.”

રસોઈ બનાવવા માટે મંદિરમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ થશે


આ અંગે વાત કરતાં આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે ”અત્યારે જૂના ભોજનાલયમાં વર્ષ 2017થી ઓઇલ બેસ્ડ ટેક્નોલોજીથી રસોઈ તૈયાર થઈ રહી છે, એટલે કે આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઈલેક્ટ્રિસિટીનો ડાયરેક્ટ ઉપયોગ થતો નથી. ઓઇલ બેઝ્ડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઇલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઇલ ખાસ પ્રકિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પછી એ ઓઇલ કિચનમાં આવે છે, જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઇડ ફરતું રહે છે. એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે, જેમાં કોઈ અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાય છે.

Four thousand people will be able to take prasad together
Architect Prakashbhai Gajjar said, “The restaurant has a total of 4 dining halls, with a general dining hall of 110×278 feet and can accommodate up to 4000 people sitting at the dining table. Apart from this, there are four dining halls, VIP and VVIP. In addition there is a large parking lot on the lower ground floor of the restaurant and a total of 85 rooms have been built on the upper ground floor. The restaurant kitchen will be built in 60X100 feet. There is a space of 15 feet between the kitchen and the dining hall so that in future if there is any accident in the kitchen it will not affect the dining hall.

Special technology will be used in the temple for cooking
Talking about this, architect Prakashbhai Gajjar said, “Cooking has been done in the old restaurant with oil based technology since 2017, which means that there is no direct use of fire or electricity in this high-tech kitchen. To prepare oil based cooking there is an oil tank outside the kitchen, inside which the filled oil is heated to a temperature determined by a special process. This is followed by the oil in the kitchen, which rotates between the double layer fixed utensils on the inside side. This heats up the surface of the utensil, in which cooking can be easily prepared without any fire or electricity.

Share Your Friends
5 Thing to Know Russia Allow International Trade Don’t Miss 6 Things to know Crypto Currency BINANCE BNB hack Update 2022 Don’t Miss Planet Hollywood Las Vegas Miranda Lambert Few Things Don’t Miss 5 Thing to Know In Fallout New Vegas Game Don’t Miss Some Facts For Sara Lee WWE Wrestler Former Police Officer Attacks Thai Day Care Center Mass Killing