
PPF ખાતામાં રોકાણ કરતા પહેલા સરકારે બદલેલા નવા નિયમ વિશે જાણી લેજો. નાણા મંત્રાલયે આ સરકારી બચત યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે.
જાણો તેના વિશે વિગતે
જો તમે પણ PPF ખાતામાં રોકાણ કરો છો તો તમારે આ વાંચવું ખૂબ જ જરૂરી છે. PPFમાં રોકાણ કરનારાઓ માટે સરકાર તરફથી મોટો નિયમ આવ્યો છે જેની સીધી અસર રોકાણકારો પર પડશે.
ઓફિસ મેમોરેન્ડમ જાહેર
નાણા મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે એક જ વ્યક્તિ દ્વારા 12 ડિસેમ્બર, 2019 ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલ બે કે તેથી વધુ પીપીએફ ખાતાઓને મર્જ કરી શકાશે નહીં. નાણા મંત્રાલય દ્વારા આ સંબંધમાં ઓફિસ.
મેમોરેન્ડમ (ઓએમ) પણ જારી કરવામાં આવ્યું છે.
2019 ના નિયમોનો હવાલો આપ્યો
ઓફિસના મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે PPF ખાતાઓનું સંચાલન કરતી સંસ્થાઓએ 12 ડિસેમ્બરે અથવા તે પછી ખોલવામાં આવેલા PPF ખાતાના મર્જરની વિનંતીઓ મોકલવી જોઈએ નહીં. તેની પાછળ પીપીએફના વર્ષ 2019ના નિયમોનો હવાલો આપવામાં આવ્યો છે.
માત્ર એક જ ખાતું સક્રિય રહેશે
OMના ઇશ્યૂ પછી, પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર, 2019 ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલા બે અથવા વધુ પીએફ ખાતાઓમાંથી, ફક્ત એક જ ખાતું સક્રિય રહેશે. બાકીના ખાતા બંધ કરવામાં આવશે. બંધ કરવામાં આવતા કોઈપણ ખાતા પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.
ઉદાહરણ દ્વારા સમજો
ઉદાહરણ તરીકે, જો તમે જાન્યુઆરી 2014માં એક PPF ખાતું ખોલ્યું અને બીજુ ફેબ્રુઆરી 2020માં. તો આ કિસ્સામાં ફેબ્રુઆરી 2020નું તમારું PPF ખાતું બંધ થઈ જશે. આ ખાતા પર કોઈ વ્યાજ મળશે નહીં. તેવી જ રીતે, જો તમે જાન્યુઆરી 2014માં પહેલું ખાતું અને ફેબ્રુઆરી 2017માં બીજું ખાતું ખોલાવ્યું હોય, તો આ બંને તમારી વિનંતી પર મર્જ કરવામાં આવશે.
This is a must read if you are also investing in a PPF account. There is a big rule from the government for those who invest in PPF which will have a direct effect on the investors.
Office Memorandum Announced
It was clarified by the Ministry of Finance that two or more PPF accounts opened on or after December 12, 2019 by the same person cannot be merged. An Office Memorandum (OM) in this regard has also been issued by the Ministry of Finance.
In charge of 2019 rules
The memorandum of office states that entities operating PPF accounts should not send merger requests for PPF accounts opened on or after December 12. Behind this is the PPF rules for the year 2019.
Only one account will be active
Following the issue of OM, a circular issued by the Post Office stated that out of two or more PF accounts opened on or after December 12, 2019, only one account will remain active. The remaining accounts will be closed. No interest will be paid on any closed account.
Understand by example
For example, if you opened one PPF account in January 2014 and another in February 2020. In this case, your February 2020 PPF account will be closed. There will be no interest on this account. Similarly, if you opened the first account in January 2014 and the second account in February 2017, the two will be merged at your request.