Share Your Friends

ટેક્સ છૂટ સાથે FD માં વધારે રિટર્ન મેળવવા માટે પોસ્ટ ઓફિસની આ 3 સ્કીમમાં રોકાણ કરો, જાણો ડિટેલ

જો તમે રોકાણ કરવા માટે એવી સ્કીમની શોધમાં છો જ્યાં તમને સારાં રિટર્ન સાથે ઈન્કમ ટેક્સની છૂટ પણ મળે તો પોસ્ટ ઓફિસની આવી 3 સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો. ઈન્કમ ટેક્સ કાયદાના સેક્શન 80C હેઠળ આ રોકાણ કરી તમે 1.5 લાખ રૂપિયાની ટેક્સેબલ રકમ બચાવી શકો છો. અમે તમને પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત આવી 3 સ્કીમ વિશે જણાવી રહ્યા છે જેમાં સારું રિટર્ન પણ મળે છે અને ટેક્સ છૂટનો પણ લાભ મળે છે.

PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)

પોસ્ટ ઓફિસ PPF ખાતામાં જમા રકમ પર હાલ 7.1% વ્યાજ મળી રહ્યું છે.

જમા પર વ્યાજ કેલક્યુલેશન વાર્ષિક આધારે કરવામાં આવે છે. અર્થાત દર વર્ષે મૂળ રકમમાં વ્યાજ ઉમેરાશે.

PPF છૂટ EEE કેટેગરીમાં આવે છે. અર્થાત રિટર્ન, મેચ્યોરિટીની રકમ અને વ્યાજથી ઈન્કમ ટેક્સ પર છૂટ મળે છે.

આ અકાઉન્ટ 15 વર્ષ માટે ઓપન કરી શકાય છે. તેને 5 વર્ષ એક્સપાન્ડ પણ કરી શકાય છે.

PPFમાં મિનિમમ 500 રૂપિયાથી અકાઉન્ટ ઓપન થાય છે. તેમાં મિનિમમ 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.

આ સ્કીમ હેઠળ તમે એક વર્ષમાં અકાઉન્ટમાં મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

English
PPF (Public Provident Fund)

The post office PPF account is currently earning 7.1% interest.

Interest calculation on deposit is done on annual basis.  This means that interest will be added to the principal amount every year.

PPF discounts fall into the EEE category.  This means that the return, the amount of maturity and the interest are exempt from income tax.

This account can be opened for 15 years.  It can also be extended for 5 years.

An account is opened in PPF with a minimum of Rs.500.  It requires a minimum investment of Rs 500.

Under this scheme you can invest a maximum of Rs 1.5 lakh in the account in a year.  Click here for more information.

NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ)

આ સ્કીમમાં રોકાણ પર વાર્ષિક 6.8%નું વ્યાજ મળે છે.

તેનાં વ્યાજની ગણતરી વાર્ષિક આધારે કરવામાં આવે છે, પરંતુ વ્યાજની રકમ રોકાણની અવધિ પૂરી થયા બાદ મળે છે.

આ સ્કીમમાં જમા રાશિ પર આયકર અધિનિયમની ધારા 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે.

NSC અકાઉન્ટ ઓપન કરવા માટે મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરવું પડે છે.

તમે મનગમતી રકમ સાથે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ માટે મેક્સિમમ કોઈ લિમિટ નથી. વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

English
NSC (National Savings Certificate)

The scheme earns an annual interest of 6.8% on the investment.

Its interest is calculated on an annual basis, but the amount of interest is received after the completion of the investment period.

Deposits in this scheme are tax exempt under Section 80C of the Income-tax Act.

A minimum investment of Rs 100 is required to open an NSC account.

You can invest with any amount you like.  There is no maximum limit for investment in this scheme.  Click here for more information.

ટાઈમ ડિપોઝિટ સ્કીમ

આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ છે. તેમાં એક નક્કી કરાયેલા સમયગાળા માટે રોકાણ કરવા પર તમને નિશ્ચિત રિટર્ન અને વ્યાજ મળે છે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષની અવધિ માટે 5.5થી 6.7% સુધીનું વ્યાજ આપે છે.

ઈન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, 5 વર્ષ સુધીની અવધિમાં રોકાણ કરવા પર ટેક્સ છૂટનો લાભ મળે છે.

તેમાં મિનિમમ 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તેમાં મેક્સિમમ રકમની લિમિટ હોતી નથી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

English
Time deposit scheme

This is a kind of fixed deposit.  You get a fixed return and interest on investing in it for a fixed period of time.

The Post Office Time Deposit Account offers interest rates ranging from 5.5 to 6.7% for a period of 1 to 5 years.

According to the official website of Indian Post, investments for a period of up to 5 years are tax deductible.

A minimum investment of Rs.1000 is required.  It does not have a maximum amount limit.  Click here for more information.

સેક્શન 80C
આયકર કાયદાનો સેક્શન 80C ઈન્કમટેક્સ કાયદા, 1961નો ભાગ છે. તેમાં એ રોકાણ માધ્યમનો ઉલ્લેખ છે, જેમાં રોકાણ કરી આયકર છૂટનો દાવો કરી શકાય છે. ઘણા લોકો નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં ટેક્સ બચાવવા માટે આવી સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરે છે.

Latest Jobs / Samachar

Share Your Friends