Share Your Friends

પોર્ટેબલ કોન્સન્ટ્રેટરની ડિમાન્ડ 300 ગણી વધી, માર્કેટમાં જોકે તેની ય અછત

Divya Bhaskar

કોરોના મહામારીની બીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારો થતાં દેશભરમાં ઓક્સિજનની અછત ઊભી થઈ છે. સંખ્યાબંધ લોકો સમયસર પ્રાણવાયુ ન મળવાના કારણે મૃત્યુ પામી રહ્યા છે. આથી સંપન્ન વર્ગ અને નાના નર્સિંગ હોમ તેમજ રાતોરાત ઊભા થઈ રહેલાં કામચલાઉ કોવિડ કેર સેન્ટરમાં પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ડિમાન્ડ 300 ગણી વધી ગઈ છે. ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાય ન હોવાથી કેન્દ્ર સરકારે તાત્કાલિક 10 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર આયાત કરવાનો નિર્ણય કરવો પડ્યો છે.

ઓક્સિજનનો ખર્ચાળ, પણ ઘરવગો ઈલાજ

કુદરતી હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21 ટકા અને નાઈટ્રોજન વાયુનું પ્રમાણ 78 ટકા છે. આ સિવાયના અન્ય વાયુનું પ્રમાણ 1 ટકા જેટલું હોય છે.

કોન્સન્ટ્રેટરનું કામ ખુલ્લી હવામાંથી ઓક્સિજન છૂટો પાડીને તેને શુદ્ધ સ્વરૂપમાં લાવવાનું હોય છે.

એ માટે પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પ્શન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, જે હવામાંથી ઓક્સિજન અલગ તારવે, તેને મહત્તમ શુદ્ધ સ્વરૂપમાં લાવે અને નળી વાટે પ્રેશરથી પેશન્ટને પૂરો પાડે.

જ્યાં લિક્વિડ ઓક્સિજન કે પમ્પિંગ વડે પ્રેશર ઓક્સિજન આપવાનું મુશ્કેલ હોય ત્યાં પોર્ટેબલ કોન્સન્ટ્રેટર ખૂબ ઉપયોગી બને છે.

પોર્ટેબલ કોન્સન્ટ્રેટર પ્રતિ મિનિટ 15 લીટર જેટલો ઓક્સિજન દર્દીને પૂરો પાડી શકે છે. રિઝર્વોયર બેગ જેવા વધુ ઉપકરણો જોડીને આ જથ્થો 40 લીટર પ્રતિ મિનિટ કરી શકાય છે.

પોર્ટેબલ કોન્સન્ટ્રેટર ક્યારે, કોના માટે ઉપયોગી?

ઘરગથ્થુ અને વ્યક્તિગત ઈલાજ માટે બહુ ઉપયોગી સાબિત થાય છે. ફેફસાંની કાયમી બિમારી કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા રોગોમાં ઘરમાં જ ઉપયોગી બની રહે છે.

જ્યાં કાયમી ધોરણે ઓક્સિજન પાઈપલાઈનની વ્યવસ્થા કરવી અશક્ય હોય એવા નાના નર્સિંગ હોમમાં પણ ઉપયોગી છે.

વજનમાં હળવા અને હેરફેરમાં આસાન હોવાથી જરૂરિયાતવાળા દર્દી કારમાં પણ પોતાની સાથે રાખી શકે છે.

કોરોના સંક્રમિતોના કેસમાં જેમને ઓક્સિજન લેવલ 60 સુધી નીચે જતું રહે ત્યાં સુધી પોર્ટેબલ કોન્સ્ટન્ટ્રેટર વડે ઘરે જ સારવાર કરી શકાય છે.

In India, Philips and BPL are the two major manufacturers of portable oxygen concentrators. But due to strong demand, both the companies are currently out of stock. Now as of May 15, both companies are not in a position to supply new supplies to their vendors. Assembled concentrators are also sold in large quantities in some states because they are cheaper. But due to lack of spare parts, it is not available at present.

An order of 10,000 units has been placed from the US, France and Germany after the Indian government’s Ministry of Health placed the portable concentrator on the top priority list, which will reach India in two weeks. In addition, the government has relaxed the policy for spare parts, so the assembled concentrator may also be available from next month.

Latest Samachar / Jobs

કિંમત 25 હજારથી 2 લાખ, પણ હાલ મળવા મુશ્કેલ

પોર્ટેબલ કોન્સન્ટ્રેટર બે પ્રકારના આવે છેઃ ડોમેસ્ટિક અને હોસ્પિટલ ગ્રેડ.

ડોમેસ્ટિક પોર્ટેબલ હળવા અને નાના કદના હોય છે. લગભગ 8 કલાક સુધી એકધારા વપરાશ પછી સિસ્ટમ ગરમ થઈ જતી હોવાથી બે કલાક જેટલો સમય બંધ રાખવું પડે છે.

હોસ્પિટલ ગ્રેડનું કદ થોડું મોટું હોય છે પરંતુ આ કોન્સન્ટ્રેટર સળંગ 24 કલાક ચાલુ રાખવા છતાં અટકતાં નથી. માટે ગંભીર દર્દીઓ માટે વધુ ઉપયોગી છે.

બજારમાં રુ. 25 હજારથી લઈને રુ. 2 લાખની કિંમતના કોન્સન્ટ્રેટર પ્રાપ્ય છે.

મોટાભાગે 30થી 50 હજાર રુપિયાના કોન્સન્ટ્રેટરમાં સરેરાશ દર્દીઓની જરૂરિયાત સંતોષાઈ શકે છે.

ડિમાન્ડમાં 300 ગણો વધારો
ભારતમાં મુખ્યત્વે ફિલિપ્સ અને બીપીએલ એ બે કંપની પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ન્ટ્રેટર બનાવે છે. પરંતુ તીવ્ર માંગના કારણે હાલમાં આ બંને કંપનીનો સ્ટોક ખતમ થઈ ગયો છે. હવે 15 મે સુધી બંને કંપની પોતાના વિક્રેતાઓને નવો સપ્લાય આપવાની સ્થિતિમાં નથી. એસેમ્બલ્ડ કોન્સન્ટ્રેટર પણ કેટલાંક રાજ્યોમાં મોટા પ્રમાણમાં વેચાય છે કારણ કે એ સસ્તા પડતાં હોય છે. પરંતુ હાલમાં સ્પેરપાર્ટ્સના અભાવે એ પણ મળતાં નથી.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે ટોપ પ્રાયોરિટી લિસ્ટમાં પોર્ટેબલ કોન્સન્ટ્રેટરને મૂક્યા પછી અમેરિકા, ફ્રાન્સ અને જર્મનીથી 10 હજાર યુનિટનો ઓર્ડર મૂકવામાં આવ્યો છે, જે બે સપ્તાહમાં ભારત પહોંચી જશે. આ ઉપરાંત સ્પેર પાર્ટ્સ માટેના નીતિ-નિયમોમાં પણ સરકાર છૂટછાટ આપી ચૂકી છે એટલે એસેમ્બલ્ડ કોન્સન્ટ્રેટર પણ આવતાં મહિનાથી મળતાં થઈ શકે છે.

Education Wise Govt Jobs Vacancies 2021

EducationSalaryApply Link
10th Pass Govt JobsRs. 5,200 – 63,200Apply Now
12th Pass Govt JobsRs. 5,200 – 92,300Apply Now
Any Graduate JobsRs. 5,200 – 92,300Apply Now
Central Govt JobsRs. 5,200 – 92,300Apply Now
ITI JobsRs. 5,200 – 29,200Apply Now
Diploma JobsRs. 5,200 – 35,000Apply Now
B.Tech/BE JobsRs. 15,000 – 1,00,000Apply Now
Top Category Govt JobsClick Here More Details
Bank JobsBank Jobs 2020
Police JobsPolice Recruitment
Railway JobsRailway Recruitment
Navy JobsNavy Recruitment
Forest Department JobsForest Jobs
Engineering JobsGovt Jobs For Engineers
PSC JobsPSC Recruitment

Share Your Friends