Share Your Friends

ICU માં દાખલ 15 દર્દી માંથી 13 દર્દીનાં મૃત્યુ; હોસ્પિટલમાં 90 દર્દી દાખલ હતા

Mumbai hospital fire ICU

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર-વેસ્ટમાં સ્થિત વિજય વલ્લભ કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગવાથી 13 દર્દીનાં મોત થયાં છે. આ ઘટના સમયે ICUcex 15 દર્દી હતા અને સમગ્ર સેન્ટરમાં 90 દર્દી દાખલ હતા. જે પેશન્ટને ઓક્સિજનની જરૂર છે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. આગ લાગવાની ઘટના શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યે બની છે. હાલમાં આગ પર કાબૂ મેળવી શકાયો છે. આ કોવિડ સેન્ટર બીજા ફ્લોર પર છે. આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટસર્કિટ હોવાનું જણાવાયું છે.

મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું

વિરારની કોવિડ -19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તે જણાવ્યુ હતું.

એવું જાણવા મળ્યું છે કે ઘટના સમયે આઇસીયુમાં બે નર્સ હતી. હોસ્પિટલના સીઇઓ દિલીપ શાહે દાવો કર્યો છે કે રાતે હોસ્પિટલમાં ડોક્ટર હતા, પરંતુ તેમને પૂછવામાં આવ્યું કે ઘટના સમયે કુલ કેટલો સ્ટાફ ડ્યૂટી પર હતો તો તેઓ સાચો આંકડો જણાવી શક્યા નહોતા.

બે દિવસ અગાઉ જ નાસિકમાં બની હતી દુર્ઘટના
મહારાષ્ટ્રના નાસિકમાં પણ બુધવારે સરકારી હોસ્પિટલમાં મોટી ઘટના બની હતી. અહીં નગર નિગમના ઝાકીર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન-ટેન્ક લીક થઈ ગઈ. એને રિપેર કરવામાં 30 મિનિટ જેટલો સમય લાગ્યો અને એટલીવાર ઓક્સિજન સપ્લાઈ રોકી દેવાયો હતો, જેને કારણે 24 દર્દીનાં મોત થયાં હતાં. જે સમયે ઓક્સિજન સપ્લાઈ રોકવામાં આવ્યો એ સમયે 171 દર્દી ઓક્સિજન પર અને 67 દર્દી વેન્ટિલેટર પર હતા.

It is learned that there were two nurses in the ICU at the time of the incident. The hospital’s CEO Dilip Shah claimed that there were doctors at the hospital at night, but when asked how many staff were on duty at the time of the incident, he could not give an exact figure.

The tragedy happened in Nashik just two days ago

A major incident also took place at a government hospital in Nashik, Maharashtra on Wednesday. An oxygen tank leaked at the Municipal Corporation’s Zakir Hussain Hospital here. It took about 30 minutes to repair and this time the oxygen supply was cut off, killing 24 patients. At the time the oxygen supply was cut off, 171 patients were on oxygen and 67 patients were on ventilators.

કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની જૂની ઘટનાઓથી કોઈ બોધપાઠ લેતું નથી

મુંબઈના ભાંડુપ વિસ્તારમાં ગત મહિને એક મૉલના ત્રીજા માળે બનેલી કોવિડ હોસ્પિટલમાં રાતે લગભગ 12 વાગ્યે આગ લાગી હતી. આ ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હતાં. હોસ્પિટલમાં દાખલ 70 દર્દીને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા અને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

ગત વર્ષે 21 નવેમ્બરે ગ્વાલિયરમાં સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્યના કોવિડ કેર સેન્ટરના આઈસીયુમાં આગ લાગી હતી. ત્યાં દાખલ 9 દર્દીમાંથી 2 સામાન્ય દાઝી ગયા હતા પણ આગથી અફરાતફરી મચી એમાં બે દર્દીનાં મોત થયાં હતાં.

ગત વર્ષે જ 9 ઓગસ્ટે આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક હોટલમાં આગ લાગવાથી 10 લોકોનાં મોત થયાં હતાં. હોટલને કોવિડ-19 ફેસિલિટી સેન્ટરમાં બદલાઈ હતી. આગના સમયે 40 દર્દી સારવાર હેઠળ હતા.

એના 3 દિવસ અગાઉ એટલે કે 6 ઓગસ્ટ, 2020ના રોજ ગુજરાતના અમદાવાદમાં શ્રેય કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી, જેમાં 8 દર્દીનાં મોત થયાં હતાં, જેમાં 5 પુરુષ અને 3 મહિલા દર્દી સામેલ હતાં. આગ હોસ્પિટલના ચોથા માળે લાગી હતી.

Latest Samachar / Jobs

Education Wise Govt Jobs Vacancies 2021

EducationSalaryApply Link
10th Pass Govt JobsRs. 5,200 – 63,200Apply Now
12th Pass Govt JobsRs. 5,200 – 92,300Apply Now
Any Graduate JobsRs. 5,200 – 92,300Apply Now
Central Govt JobsRs. 5,200 – 92,300Apply Now
ITI JobsRs. 5,200 – 29,200Apply Now
Diploma JobsRs. 5,200 – 35,000Apply Now
B.Tech/BE JobsRs. 15,000 – 1,00,000Apply Now
Top Category Govt JobsClick Here More Details
Bank JobsBank Jobs 2020
Police JobsPolice Recruitment
Railway JobsRailway Recruitment
Navy JobsNavy Recruitment
Forest Department JobsForest Jobs
Engineering JobsGovt Jobs For Engineers
PSC JobsPSC Recruitment

Share Your Friends