Share Your Friends

ત્રીજા પ્રકારની બીમારી માથું ઊંચકી રહી છે. તેના વિશે જાણો કાળી ફૂગનો સકંજો – 70% મ્યુકરમાઇકોસિસના, 30% એસ્પરજીલસના કેસ

Mucormycosis

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસ સકંજો કસી રહ્યો છે જો કે હવે વધુ એક ફુગ પણ વધી રહી હોવાનું સામે આવ્યુ છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. જી.યુ. કાવઠિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જે સેમ્પલ ફંગલ કલ્ચર માટે આવ્યા છે તેમાં 70 ટકા મ્યુકરમાઈકોસિસ જ્યારે 30 ટકા એસ્પરજીલસ નાઈઝરના નીકળ્યા છે. બંને ફુગ અલગ પ્રજાતિની છે પણ ઘાતક છે. બંને ફુગ પર એમ્ફોટેરિસિન ઈન્જેક્શન વાપરી શકાય છે જ્યારે એસ્પરજીલસમાંં ફ્લુકોનોઝોલ દવા કારગત છે. અત્યારે જે રોગને મ્યુકરમાઈકોસિસ કહે છે તેનું સાચું નામ ઝાયગોમાઈકોસિસ છે અને તે મ્યુકરમાઈકોસિસ તેમજ રાઈઝોપસ નામની બે ફુગથી થાય છે પણ હવે તે મ્યુકરમાઈકોસિસથી જ ઓળખાય છે. આ ત્રણેય ફુગના કલર પણ સરખા જેવા જ કાળા લાગે છે.

90% રાઈઝોપસ જવાબદાર
ફંગલ કલ્ચરમાં જે મ્યુકર માટે કન્ફર્મ થાય છે તે પૈકી 90 ટકામાં રાઈઝોપસ ફુગ જ્યારે 10 ટકામાં મ્યુકર ફુગ ડિટેક્ટ થાય છે. આ રીતે સળંગ રિઝલ્ટમાં 30 ટકા એસ્પરજીલસ, 2 ટકા મ્યુકર જ્યારે 68 ટકામાં રાઈઝોપસ જવાબદાર હોય છે.

રોગનું નામ ઝાયગોમાઈકોસિસ છે જે મ્યુકરમાઈકોસિસ અને રાઈઝોપસ એમ બે ફુગથી થાય છે પણ હવે મ્યુકર તરીકે જ ઓળખાય છે, એસ્પરજીલસ પણ અલગ પ્રજાતિ છે > ડો. જી. યુ. કાવઠિયા

Muckermycosis is on the rise in the state, but one more fungus is now on the rise. The head of the microbiology department of the Civil Hospital in Rajkot, Dr.  G.U.  Kavathia said that so far 70 per cent of the samples that have come for fungal culture have come from mucormycosis while 30 per cent have come from Aspergillus niger. Both fungi are different species but are deadly.  Amphotericin injection can be used on both fungi while fluconazole is effective in aspergillus. The disease now called mucormycosis is actually called zygomycosis and is caused by two fungi called mucormycosis as well as rhizopus but is now also known as mucormycosis. The colors of these three fungi also look the same black.

પહેલા વર્ષે માંડ 5 કેસ મળતા હતા
ડો. કાવઠિયાના જણાવ્યા અનુસાર કોરોના પહેલા ઈન્વેઝિવ ફુગથી થતા રોગના વર્ષે માંડ 5 કેસ આવતા હતા. જ્યારે ફુગનું ઓપરેશન થાય ત્યારે બધી ફુગ કાઢી લીધા બાદ એક સેમ્પલ કાઢીને તેને માઈક્રોબાયોલોજી લેબમાં ફંગલ કલ્ચર માટે મોકલાય છે જ્યાં એ નક્કી થાય છે કે કઈ ફુગ હતી અને તેને કારણે પોસ્ટ સર્જરીની સારવારમાં જરૂરી ફેરફાર કરી શકાય છે.

કઈ ફુગમાં ક્યા ઈન્જેક્શન વપરાય
મ્યુકરમાઈકોસિસઃ એમ્ફોટેરિસિન બી પોસાકોનાઝોલ
એસ્પરજીલસ: એમ્ફોટેરિસિન બી ફ્લુકોનોઝોલ

દરેક ફૂગની ે પેટા પ્રજાતિ છે જેના રંગો પણ જુદા જુદા છે
મ્યુકરમાઈકોસિસ 2 ફૂગથી થાય તેમાં મ્યુકરનો રંગ કાળો, રાઈઝોપસનો રંગ ઘાટો બ્રાઉન હોય છે.

એસ્પરજીલસ ફૂગના 3 પ્રકાર
એસ્પરજીલસ નાઈઝર : ઘાટો બ્રાઉન
એસ્પરજીલસ ફ્યુમીગેટ્સ –: પેરોટ ગ્રીન
એસ્પરજીલસ ફ્લેવસ –: પેરોટ ગ્રીન

રાઈઝોપસ અને મ્યુકર ફુગ અલગ પણ રોગ એક જ છે
મ્યુકરમાઈકોસિસના રોગનું સાચું નામ ઝાયગોમાઈકોસિસ છે પણ મ્યુકરના નામે ઓળખાય છે. આ રોગ રાઈઝોપર અને મ્યુકરમાઈકોસિસ એમ બંને ફુગથી થઈ શકે છે અને બંને એક સરખી જ ઘાતક છે અને સારવાર પણ સરખી જ થાય છે તેથી હવે બંને એક જ નામથી ઓળખાય છે.

પર્યાવરણીય રીતે ફંગસ ગમે તે રીતે લાગી શકેઃ ડો.પાર્થ શાહ
દિવ્યની કોરોના અને મ્યુકોરમાઇકોસિસની સારવાર કરનાર ડો.પાર્થ શાહે જણાવ્યું હતું કે મોટી ઉંમરની વયના લોકોમાં ડાયાબિટીસ અને અન્ય બીમારી હોય ત્યારે મ્યુકોરમાઇકોસિસ થઈ શકે છે, પરંતુ બાળકોમાં કોવિડને કારણે ઇમ્યુનિટી ઘટે છે, જેથી મ્યુકોરમાઇકોસિસ થઈ શકે છે, પર્યાવરણીય રીતે ફંગસ ગમે તે રીતે લાગી શકે છે. આ ઉપરાંત માસ્ક સાફ રાખવામાં ના આવે અને માસ્ક નિયમિત બદલાવની જગ્યાએ એકનું એક માસ્ક પહેરવાને કારણે મ્યુકોરમાઇકોસિસ થઈ શકે છે. આધેડ વયના લોકોને ડાયાબિટીસ અને અન્ય બીમારી હોય તો સ્થિતિ ગંભીર હોય છે, પરંતુ બાળકોને સમયસર સારવાર મળે તો સ્થિતિ ગંભીર રહેતી નથી.

Environmentally, fungus can spread in any way: Dr. Parth Shah
Dr. Parth Shah, who treats Divine corona and mucormycosis, said that mucormycosis can occur in older people when they have diabetes and other illnesses, but in children, immunity is reduced due to covid, which can lead to mucormycosis, an environmentally friendly fungus. In addition, the mask should not be kept clean and wearing a single mask instead of changing the mask regularly can cause mucormycosis. The condition is more serious in middle-aged people with diabetes and other illnesses, but not in children with timely treatment.

Share Your Friends
5 Thing to Know Russia Allow International Trade Don’t Miss 6 Things to know Crypto Currency BINANCE BNB hack Update 2022 Don’t Miss Planet Hollywood Las Vegas Miranda Lambert Few Things Don’t Miss 5 Thing to Know In Fallout New Vegas Game Don’t Miss Some Facts For Sara Lee WWE Wrestler Former Police Officer Attacks Thai Day Care Center Mass Killing