જો તમે પણ બહાર નીકળો ત્યારે ડ્રાઈવિંગ લાયસન્સ ભૂલી જતા હોવ તો ખાસ વાંચજો

Share Your Friends

તમારી સાથે ક્યારેક એવું બન્યું હશે કે ક્યાંક જવાની ઉતાવળમાં તમે ડ્રાઈવિંગ લાયસન્સ જ લેવાનું ભૂલી જાવ. એ પછી રસ્તામાં પોલીસનું ચેકિંગ હોય અને તમારૂ ચલણ ફાડવામાં આવે. પણ હા, હવે આવું તમારી સાથે હવે બીજી વાર નહીં બને. કારણ કે હવે એક નવી રીત છે જે તમને તમને ચલણમાંથી બચાવશે. વાત એવી છે કે, થોડા સમય પહેલાં જ સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence)ને ડીજી લોકર (DG Locker)માં રાખવા માટે મંજૂરી આપી હતી. એ પછી તમારે ડ્રાઈવિંગ લાયસન્સની ફિજિકલ કોપી તમારી પાસે રાખવાની જરૂર નહીં પડે. અનેક લોકો આ વાતથી અજાણ હતા. જો તમારી સાથે પણ એવું બનતું હોય કે તમે ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખવાનું ભૂલી જતા હોવ તો આજે અમે તમને આમાંથી બચવાની એક સરળ રીત બતાવીશું.

એપમાં કેવી રીતે નાખવા?

એપ્લિકેશન ડાઉનલોડ કરો પછી નીચે આપેલ વિગત અનુસરો.

જો તમે પણ તમારા વાહનના દસ્તાવેજો DG Locker એપમાં સુરક્ષિત કરવા માગતા હોવ તો એના માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જેને અમે તમને તબક્કાવાર રીતે બતાવીશું.

જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો પર જાઓ અને પછી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય શોધો. તમે તમારા સંબંધિત રાજ્ય પરિવહન વિભાગના સેક્શનમાં પણ જઈ શકો છો અને ડ્રાઈવિંગ લાયસન્સની પસંદગી કરી શકો છો.

જો કે, આધાર કાર્ડ ડેટા પહેલેથી જ જોડાયેલો હોવાથી તમારૂ નામ પહેલેથી જ નોંધાયેલું બતાવશે.

તમારા ડ્રાઈવિંગ લાયસન્સ અનુસાર તમારો ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અને પિતા કે પતિનું નામ દાખલ કરો. તમારા ડ્રાઈવિંગ લાયસન્સની વિગત મેળવવા માટે મંજૂરી આપો. એ પછી દસ્તાવેજ પ્રાપ્ત કરો પર ક્લિક કરો.

હવે તમારૂ ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજ વિભાગ તરફથી એક્સેસ કરવા માટે તૈયાર છે.

DG Lockerમાં સુરક્ષિત કરો દસ્તાવેજ
DG Locker એક સરકારી એપ છે. જેમાં તમે તમારા ડ્રાઈવિંગ લાયસન્સ સહિત રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને વાહનના અન્ય દસ્તાવેજો અપલોડ કરીને સુરક્ષિત કરી શકો છો. જ્યારે પણ તમને લાગે કે પોલીસ ચેકિંગ કરી રહી છે તો આ દસ્તાવેજોને સીધી તમારા સ્માર્ટફોનથી ટ્રાફિક પોલીસને બતાવીને તમે બચી શકો છો. કારણ કે એપમાં હોવાના કારણે આ દસ્તાવેજ સંપૂર્ણ રીતે માન્ય ગણાશે. ભલે ને પછી તે ડિજિટલ ફોમમાં કેમ ન હોય. આ સુવિધા આવ્યા પછી અનેક લોકોની આ સમસ્યા ખતમ થઈ ચૂકી છે, કારણ કે મોટાભાગના લોકો પોતાની સાથે સ્માર્ટફોન રાખવાનું ભૂલતા નથી. એટલા માટે જરૂરી છે કે એપમાં આ દસ્તાવેજો સુરક્ષિત કરી દેવામાં આવે.

Share Your Friends
5 Thing to Know Russia Allow International Trade Don’t Miss 6 Things to know Crypto Currency BINANCE BNB hack Update 2022 Don’t Miss Planet Hollywood Las Vegas Miranda Lambert Few Things Don’t Miss 5 Thing to Know In Fallout New Vegas Game Don’t Miss Some Facts For Sara Lee WWE Wrestler Former Police Officer Attacks Thai Day Care Center Mass Killing