Share Your Friends

18+ ઉંમરના લોકોએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

18+ vaccine registration

How to people 18+ registration the vaccine in India. 18+ ઉંમરના લોકોએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. Sarkariactivity.com. પહેલી મે થી ગુજરાતમાં 18થી 45 વર્ષની વયના લોકોને કોરોના વેક્સિન અપાશે. સરકારી સેન્ટરોમાં આ ઉંમરની કોઈપણ વ્યક્તિને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે. આ માટે આજથી જ, એટલે કે 28 એપ્રિલથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. તમે આસાનીથી રજિસ્ટ્રેશન કરી શકો એ માટે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.

1) સૌપ્રથમ તમારે cowin.gov.in પોર્ટલ પર જવાનું છે.

2) પોર્ટલ પર ગયા બાદ રજિસ્ટર/સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે.

3) ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર આપીને ‘ગેટ OTP’ પર ક્લિક કરો.

4) હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

5) OTP સબમિટ કરતાં જ નવું પેજ ખૂલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.

6) ફોટો આઇડી માટે આધારકાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.

7) એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી તમારો આઇડી નંબર આપો.

8) ત્યાર બાદ તમારે નામ, જાતિ, જન્મ તારીખ પણ જણાવવાનાં રહેશે.

9) ત્યાર બાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

10) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ વેક્સિન લેવા માટે અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો.

આરોગ્ય સેતુ એપ પરથી પણ આ જ રીતે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છે, પણ એટલું ખાસ યાદ રાખજો કે વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જો તમારે પ્રાઈવેટ હૉસ્પિટલમાં વેક્સિન લેવી હશે તોપણ રજિસ્ટ્રેશન કરાવવું જ પડશે.

How to people 18+ registration for the vaccine India ?

1) First you have to go to cowin.gov.in portal.

2) After going to the portal, one has to click on register / sign in.

3) Then enter your mobile number and click on ‘Get OTP’.

4) Now OTP will come to your mobile number, which will have to be submitted in 180 seconds.

5) A new page will open as soon as you submit the OTP, in which you have to fill in your details.

6) In addition to Aadhaar card for driving ID, driving license, PAN card, passport, pension passbook, NPR smart card or water ID will also be valid.

7) Choose one of these options and give your ID number.

8) Then you have to state your name, gender, date of birth.

9) You will then have the option to select the nearest Covid Vaccination Center.

10) After selecting the center you can choose the convenient time slot for taking the vaccine.

18+ ને રસી આપવા માટે રાજકારણ કેમ થઈ રહ્યું છે?

ગત સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશની 18+ વસતિને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ ઘણો જટિલ છે. પોલિસી અંતર્ગત કસૌલીની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીની મંજૂરી લીધા બાદ 50% ડોઝ કેન્દ્રની પાસે જશે અને બાકીના ડોઝનું વિતરણ રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને કોવેક્સિન માટે ભારત બાયોટેક પાસેથી ડોઝદીઠ 150 રૂપિયા કિંમત ચૂકવવાની ડીલ કરી છે તેમજ રાજ્યો માટે કોવિશીલ્ડનો એક ડોઝ 400 રૂપિયા અને કોવેક્સિનનો એક ડોઝ 600 રૂપિયાનો પડશે. કંપનીઓએ આ કિંમત નક્કી કરી છે.

હવે એને લઈને ઘણા સવાલ છે, જેના જવાબ અત્યારે કોઈની પાસે નથી, જેમ કે… કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કિંમત અલગ અલગ કેમ? કેન્દ્ર જાતે કેમ ખરીદીને રાજ્યોને વેક્સિન ડોઝ નથી આપી રહ્યું? રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોને મળનાર વેક્સિન ડોઝનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે?

એને લઈને રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાન, ઝારખંડ, પંજાબ અને છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રીઓએ સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ યોજી અને કહ્યું છે કે કેન્દ્ર તેમની સાથે સોતેલો વ્યવહાર કરી રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી જ્યારે તેમને ડોઝ માગ્યા ત્યારે જવાબ મળ્યો કે 15 મે પહેલાં એ શક્ય નથી. હવે આ રાજ્યો કહી રહ્યાં છે કે બજેટમાં નથી તેમ છતાં ગમે તેમ કરીને પૈસા તો ભેગા કરી લઈશું, પરંતુ વેક્સિન ડોઝ મળશે જ નહીં તો 18+ને રસી કેવી રીતે આપીશું?

Latest Samachar / Jobs

Education Wise Govt Jobs Vacancies 2021

EducationSalaryApply Link
10th Pass Govt JobsRs. 5,200 – 63,200Apply Now
12th Pass Govt JobsRs. 5,200 – 92,300Apply Now
Any Graduate JobsRs. 5,200 – 92,300Apply Now
Central Govt JobsRs. 5,200 – 92,300Apply Now
ITI JobsRs. 5,200 – 29,200Apply Now
Diploma JobsRs. 5,200 – 35,000Apply Now
B.Tech/BE JobsRs. 15,000 – 1,00,000Apply Now
Top Category Govt JobsClick Here More Details
Bank JobsBank Jobs 2020
Police JobsPolice Recruitment
Railway JobsRailway Recruitment
Navy JobsNavy Recruitment
Forest Department JobsForest Jobs
Engineering JobsGovt Jobs For Engineers
PSC JobsPSC Recruitment

Share Your Friends