Share Your Friends

તમારો આધાર કાર્ડનો ફોટો તમને પસંદ ન હોય તો બદલાવી શકો છો, આ પ્રોસેસ ફોલો કરો

Source by : divybhaskar
મોટાભાગના યુઝર્સની ફરિયાદ રહે છે કે તેમનો ફોટો આધાર કાર્ડમાં મનગમતો નથી. તમે આ અણગમતો ફોટો બદલી શકો છો. 12 અંકનું આ કાર્ડ UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ લોન્ચ કર્યું છે. આધાર કાર્ડમાં તમે એડ્રેસથી લઈને તમારા ફોટો સુધીની તમામ માહિતી અપડેટ કરી શકો છો.

બજાર માંથી લીધેલ સ્માર્ટ કાર્ડ માન્ય નહિ ગણાય જુઓ UIDAi ના નવા નિયમ.

જો તમારો બાયોમેટ્રિક અથવા ફોટો યોગ્ય રીતે પ્રિન્ટ ન થયો હોય તો તમે તેને બદલી શકો છો. નામ, સરનામું, બર્થ ડેટ, ઉંમર, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેલ ID સહિતની વિગતો તમે ઓનલાઈન અપડેટ કરાવી શકો છો.

આધાર સેન્ટર પર જઈ ફોટો અપડેટ કરી શકાશે

બાયોમેટ્રિક અપડેટ માટે આધાર સેન્ટરની મુલાકાત લેવી અનિવાર્ય છે. સેન્ટર પર આઈ સ્કેન, ફિંગર પ્રિન્ટ અને ફોટો બદલાવી શકો છો. તેના માટે તમારે UIDAIની વેબસાઈટ પરથી ફોર્મ ભરવું પડે છે. ફોર્મ ભરી તમે આધાર સેન્ટર પર સબમિટ કરાવવું પડશે.

વેરિફિકેશન જરૂરી
UIDAIની તમામ અપડેટ વેરિફાય કરવી જરૂરી છે. ફોટો અપડેટ કરવા માટે 100 રૂપિયા + GST ચાર્જ આપવો પડશે. અપડેટ રિક્વેસ્ટની તમને રિસિપ્ટ પણ મળશે. અપડેટ પ્રોસેસ બાદ તમે વેબસાઈટ થ્રુ તેનું સ્ટેટસ જાણી શકો છો.

કોઈ ડોક્યુમેન્ટની આવશ્યકતા નહિ

આધાર પર માત્ર ફોટો બદલવા માટે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ સબમિટ નહિ કરાવવું પડે. ફોટો કેપ્ચર થયાના 90 દિવસની અંદર તમારો નવો ફોટો આધારમાં અપડેટ થઈ જાય છે. સેલ્ફ સર્વિસ ઓન લાઈન મોડનાં માધ્યમથી પણ અપડેટ ચેક કરી શકાય છે.

e-KYC પણ ઓફલાઈન અપડેટ થાય છે
આ સાથે e-KYC પણ ઓફલાઈન અપડેટ કરી શકાય છે. UIDAIએ પેપરલેસ ઓફલાઈન e-KYC લોન્ચ કર્યું છે. તેના માટે તમારે https://resident.uidai.gov.in/offlineaadhaar વેબસાઈટ વિઝિટ કરવી પડશે. આધાર નંબર અપડેટ કરી સેન્ડ કરી OTP પર ક્લિક કરી અને 4 અંકનો OTP સબમિટ કરવાનો રહેશે. આ પાસવર્ડ સબમિટ કર્યા બાદ તમે ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

Photo can be updated by going to Aadhaar Center

A visit to the Aadhaar Center is a must for biometric updates. You can change eye scan, fingerprint and photo at the center. For that you have to fill the form from UIDAI website. You must fill out the form and submit it to the Aadhaar Center.

Verification required
All UIDAI updates need to be verified. You will have to pay 100 rupees + GST ​​charge for updating the photo. You will also receive a receipt for the update request. After the update process you can know its status through the website.

No documents required

You do not have to submit any documents just to change the photo on the basis. Your new photo is updated in support within 90 days of the photo being captured. Updates can also be checked through self-service on-line mode.

Share Your Friends
5 Thing to Know Russia Allow International Trade Don’t Miss 6 Things to know Crypto Currency BINANCE BNB hack Update 2022 Don’t Miss Planet Hollywood Las Vegas Miranda Lambert Few Things Don’t Miss 5 Thing to Know In Fallout New Vegas Game Don’t Miss Some Facts For Sara Lee WWE Wrestler Former Police Officer Attacks Thai Day Care Center Mass Killing