કોરોના દર્દીઓને મજબૂરીમાં ઘરે ઓક્સિજન આપવામાં આવી રહ્યું હોય તો ડૉક્ટરની આ સલાહ જરૂરથી માનો, જાણો તેનાથી સંબંધિત જરૂરી સવાલોના જવાબ

દેશ કોરોનાની સુનામીનો સામનો કરી રહ્યો છે. તમામ દાવાઓ છતાં, કેટલાય કોરોના દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી. આવી સ્થિતિમાં હજારો કોરોના દર્દીઓ પોતાના ઘરે ઓક્સિજન સિલિન્ડર વડે શ્વાસ લેવા માટે મજબૂર બન્યા છે.
ડૉક્ટરોના અનુસાર, કોરોના દર્દીઓની સ્થિતિ જો ઝડપથી બદલાઈ જાય તો તેમને હોસ્પિટલમાં જ ઓક્સિજન જેવી ક્રિટિકલ કેર આપવી જોઈએ, પરંતુ દેશની વર્તમાન સ્થિતિમાં જો ઘરે ઓક્સિજન લેવાની જરૂર પડે તો તેના પર ડૉક્ટરોએ સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.
શું કોરોનાના દર્દીઓને ઘરે ઓક્સિજન આપવો જોઈએ?
સામાન્ય સ્થિતિમાં તો કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં જ તબીબી દેખરેખ હેઠળ ઓક્સિજન આપવો જોઈએ. મજબૂરીમાં જો ઘરે ઓક્સિજન આપવો પડે છે તો ડૉક્ટરની સલાહ પર ઓક્સિજનનો ફ્લો અને સમય નક્કી કરો.
ફર્સ્ટ ઓપિનિયનઃ 100% સેચ્યુરેશનના ચક્કરમાં ન પડો, સ્પેશ્યાલિસ્ટની સલાહ જરૂરથી લો
ગુડગાંવની પારસ હોસ્પિટલમાં રેસ્પિરેટરી મેડિસિનના હેડ ડૉ. અરુણેશ કુમારના જણાવ્યા પ્રમાણે, કોરોનાની બીજી લહેરમાં ફેફસાંના ઈન્ફેક્શનમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે મેડિકલ મદદ મળવી મુશ્કેલ થઈ જાય તો ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મદદરૂપ સાબિત થઈ શકે છે. ડૉ. અરુણેશની સલાહ છે કે, સામાન્ય ઓક્સિજન લેવલ 94%થી 99% હોય છે, પરંતુ કોવિડ દર્દીઓ માટે તે 88%થી 92%ની વચ્ચે હોવું જોઈએ. જ્યારે શરીર બીમાર હોય તો 100% સેચ્યુરેશનનો પ્રયાસ ન કરવો જોઈએ તેનીથી રિસોર્સેઝ (ઓક્સિજન) જલ્દી પૂરો થઈ જશે. આ મશીનોનો ઉપયોગ કરતા પહેલા, નિષ્ણાતની સલાહ લેવી જ જોઇએ.
સેકન્ડ ઓપિનિયનઃ હોસ્પિટલની દેખરેખ હેઠળ ઓક્સિજન આપવું જોઈએ
મેદાંતા હોસ્પિટલમાં રેસ્પિરેટરી મેડિસિનના ડાયરેક્ટર ડૉ. બોરનાલી દત્તા કહે છે કે, ધ્યાન રાખવું પડશે કે ઓક્સિજન પણ એક દવા છે. એક પલ્મોનોલોજિસ્ટ તરીકે અમે લાંબા સમય સુધી ફેફસાંની બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓ (જેમ કે COPDના દર્દી)ને ઘરે ઓક્સિજન લેવાની સલાહ આપીએ છીએ. આવા લોકો લાંબા સમયથી ઓક્સિજન લઈ રહ્યા હોય છે, પરંતુ કોરોનામાં પરિસ્થિતિ અલગ છે. કોરોનામાં સ્થિતિ ઝડપથી બદલાય છે. દર્દીની સ્થિતિ ઝડપથી ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં આપણે ઘરે ઓક્સિજન આપવું જોઈએ નહીં. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે તો દર્દીની દેખરેખ માત્ર હોસ્પિટલમાં જ કરવામાં આવે. હા. કોરોનાના ઘણા દર્દીઓને સાજા થયા બાદ પણ ઓક્સિજનની જરૂર પડી શકે છે. મોટાભાગના કેસમાં બેથી ચાર સપ્તાહ સુધી ઘરે ઓક્સિજન આપવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ડૉક્ટર પાસેથી ઓક્સિજન આપવાની સંપૂર્ણ જાણકારી લઈને તેનો ઉપયોગ કરવો જોઈએ.
Second Opinion: Oxygen should be given under the supervision of a hospital
The director of respiratory medicine at Medanta Hospital, Dr. Bornali Dutta says that one has to keep in mind that oxygen is also a medicine. As a pulmonologist, we recommend that patients with long-term lung disease (such as COPD) take oxygen at home. Such people have been taking oxygen for a long time, but the situation is different in Corona. Conditions in the corona change rapidly. The patient’s condition can worsen rapidly. In such a situation we should not give oxygen at home. We should keep in mind that if a corona patient’s oxygen level drops, the patient should be monitored only in the hospital. Yes. Many patients with corona may need oxygen even after recovery. In most cases oxygen needs to be given at home for two to four weeks. In such cases it should be used with full knowledge of giving oxygen from the doctor.
What is oxygen flow, how can it be controlled?
The cylinder contains up to 99% pure medical oxygen, in such a case determine how many liters of oxygen they need per minute depending on the patient’s condition. This rate is called the flow of oxygen. They range from 1 liter per minute to 15 liters per minute. The patient receives oxygen not only from the cylinder but also from the surrounding environment. The cylinder contains 99% pure oxygen and about 21% in the atmosphere. In such cases the doctor determines the oxygen flow according to the need of the patients. In addition to the low flow of oxygen, high flow can also harm the patient. This means that, more or less, oxygen can get in trouble both ways.
ઓક્સિજન ફ્લો શું હોય છે, તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે?
સિલિન્ડરમાં 99% સુધી શુદ્ધ મેડિકલ ઓક્સિજન હોય છે, આવી સ્થિતિમાં દર્દીની સ્થિતિના હિસાબથી નક્કી કરો કે તેમને દર મિનિટ કેટલા લીટર ઓક્સિજનની જરૂર છે. આ દરને ઓક્સિજનનો ફ્લો કહેવામાં આવે છે. તે મિનિટ દીઠ 1 લિટરથી લઈને 15 લિટર પ્રતિ મિનિટ સુધીની હોય છે. દર્દી માત્ર સિલિન્ડરમાંથી મળતો ઓક્સિજન જ નહીં પરંતુ આસપાસના વાતાવરણમાંથી પણ ઓક્સિજન લે છે. સિલિન્ડરમાં 99% શુદ્ધ ઓક્સિજન હોય છે અને વાતાવરણમાં લગભગ 21%. આવી સ્થિતિમાં ડૉક્ટર દર્દીઓની જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન ફ્લો નક્કી કરે છે. ઓક્સિજનનો ઓછો ફ્લો સિવાય વધારે ફ્લો પણ દર્દીને નુકસાન પહોંચાડી શકે છે. તેનો અર્થ એ થયો કે, વધુ કે ઓછો, ઓક્સિજન બંને રીતે મુશ્કેલીમાં મૂકી શકે છે.
Q. ઘરે ઓક્સિજન આપતી વખતે શું ધ્યાન રાખવું?
ડૉ. અરુણેશ કુમારના જણાવ્યા પ્રમાણે, જેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે તેના પલ્સ રીડિંગ અને ઓક્સિજન રીડિંગ પર ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી એ જાણવામાં મદદ મળશે કે શરીર બીમારીની વિરુદ્ધ કેવી રીતે લડી રહ્યું છે.
જો કોઈ દર્દીને દર મિનિટ 1થી 2 લિટર ઓક્સિજનની જરૂર હોય છે તો તેને 3થી 4 લિટર કરી શકાય છે.
જો ઓક્સિજન સેચ્યુરેશન સતત ઓછું રહે છે તો દર્દીને ઘરે રાખવાની જગ્યાએ મેડિકલ દેખરેખ હેઠળ રાખવો જરૂરી છે.

ઓક્સિજન લેતી વખતે અથવા આપતી વખતે હાઈજીન અને રિફિલિંગ વિશે મહત્ત્વપૂર્ણ ટિપ્સ?
ઘરે ઓક્સિજન આપવા માટે ઓછામાં ઓછા બે સિલિન્ડર રાખો. જેથી એક સિલિન્ડર ભરાવતી વખતે બીજો ઉપલબ્ધ હોય.
ઓક્સિજન રિફિલના સંભવિત સ્થાનોના સરનામાં અને ફોન નંબર ઘરે એક ડાયરીમાં લખીને રાખો.
સપ્તાહમાં ઓછામાં ઓછી એક વખત પ્લાસ્ટિક ટ્યુબિંગને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો. આ દરમિયાન બીજા સેટથી ઓક્સિજન આપવાનું ચાલુ રાખો.
બે સપ્તાહ બાદ કેન્યુલા એટલે કે નાકથી ઓક્સિજન પહોંચાડતી પ્લાસ્ટિકની પાતળી નળીને બદલો.
જો માસ્કથી ઓક્સિજન આપી રહ્યા છો તો માસ્કને 2થી 4 સપ્તાહમાં બદલી લો.
કોઈ એક દર્દીનો કેન્યુલા અથવા માસ્કનો ઉપયોગ બીજા દર્દી માટે કરશો નહીં.
દર્દી સાજા થઈ જાય ત્યારે કેન્યુલા, માસ્ક વગેરેને મેડિકલ વેસ્ટ તરીકે સંબંધિત NGO અથવા સંસ્થાને સીલ પોલીબેગમાં આપી દો.
ઓક્સિજનથી નાક અને ગળામાં શુષ્કતા થઈ શકે છે આવી સ્થિતિમાં નાકની અંદર લુબ્રિકેશન રાખો.
ઓક્સિજન આપવા માટે માસ્કની જગ્યાએ કેન્યુલાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જેથી દર્દીને બોલવા અથવા ખાવાપીવામાં તકલીફ ન થાય. જો કે, તેના માટે પણ ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.
પરિવારના લોકો અથવા અટેન્ડેન્ટ સંપૂર્ણ રીતે PPE કિટ પહેરીને દર્દીની સંભાળ રાખો.
Latest Samachar / Jobs
- वीडियो देखने के लिए यह क्लिक करें
- Hollywood actresses as my training data only goes up
- 7 Most Crypto-Accommodating Nations for Crypto Financial Investor
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
કાર્બનડાયોક્સાઇડ રીટેન્શન એટલે શું? ઘરે ઓક્સિજન આપવાથી તેનું જોખમ થઈ શકે છે?
આ સમસ્યા સામાન્ય રીતે લાંબા સમય સુધી ઓક્સિજન સપોર્ટ પર રહેવાથી થાય છે. આપણા ફેફસાં ફક્ત શરીર માટે ઓક્સિજન ઉપલબ્ધ કરે છે પરંતુ શરીરમાં ઉત્પન્ન થતો કાર્બનડાયોક્સાઇડ એટલે કે CO2ને પણ બહાર કાઢવાનું કામ કરે છે.
સતત અથવા વધારે પ્રમાણમાં શુદ્ધ ઓક્સિજન મળવાથી આપણા ફેફસાં ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કરે છે અને શરીરમાંથી CO2 બહાર કાઢી નથી શકતા. ટૂંક સમયમાં દર્દીના લોહીમાં CO2નું લેવલ વધવા લાગે છે. તેને કાર્બનડાયોક્સાઇડ રીટેન્શન અથવા હાઈપરકાર્બિયા કહેવામાં આવે છે.
આવી સ્થિતિમાં ઓક્સિજન પર હોવા છતાં દર્દી બેભાન થઈ જાય છે. તેની વિચારવાની ક્ષમતા કમજોર થવા લાગે છે, માથામાં દુખાવો અને બ્લડ પ્રેશર વધી જાય છે.
સૌથી ખાસ વાત એ છે કે, ઓક્સિમીટર લોહીમાં ઓક્સિજનનું લેવલ તો બતાવે છે પરંતુ કાર્બનડાયોક્સાઇડનું નહીં. ડૉક્ટરોના અનુસાર, આવી સ્થિતિમાં જોખમથી બચવા માટે કોરોના દર્દીઓને એક્સપર્ટની દેખરેખ હેઠળ ઓક્સિજન આપવો જોઈએ.
Q. એવા કયા લક્ષણો છે જે ઘરે ઓક્સિજન આપતી વખતે દેખાય તો તરત હોસ્પિટલ જવું જોઈએ?
ઓક્સિજનના ઉપયોગ બાદ પણ સમસ્યા થાય.
ચહેરો, જીભ અને હોઠ કાળા અથવા રંગહીન થઈ જાય.
બેભાન થવું અથવા કોરોનાના બીજા લક્ષણોમાં જેમ કે, તાવ, ઉધરસ, અથવા શ્વાસ લેવામાં તકલીફ વધવી.
કોરોના સિવાય કયા કિસ્સામાં ઘરે ઓક્સિજન થેરેપી લેવાની જરૂર પડે છે?
કોરોનાની વર્તમાન સ્થિતિમાં હોસ્પિટલોમાં બેડ ન મળવાને કારણે ઘરે ઓક્સિજન લેવા અથવા આપવા માટે લોકો મજબૂર છે. ડૉક્ટરો સામાન્ય સ્થિતિમાં આવું ન કરવાની સલાહ આપે છે. આ ખાસ પરિસ્થિતિને છોડીએ તો નીચે આપવામાં આવેલી બીમારીઓમાં સામાન્ય રીતે ડૉક્ટર ઘરે ઓક્સિજન આપવાની સલાહ આપે છે…
અસ્થમા
ક્રોનિક બ્રોન્કાઇટિસ
કોન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યર
COPD (ક્રોનિક ઓબસ્ટ્રક્ટીવ પલ્મોનરી ડિસીઝ)
ફેફસાંનું કેન્સર
ન્યુમોનિયા
સ્લીપ એપનિયા (સૂતી વખતે શ્વાસ બંધ થઈ જાય) વગેરે