AIIMSના ડૉકટરોએ ફંગસ ફેલાવા અંગે ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન પર સવાલ ઉઠાવ્યા; જાણો સંક્રમણ ફેલાવાનાં મુખ્ય કારણોને

કોરોના મહામારી વચ્ચે દેશભરમાં બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ) રોગના કેસ સતત સામે આવી રહ્યા છે, જેથી દેશનાં આશરે 15 રાજ્યોમાં આ રોગને મહામારી તરીકે જાહેર કરી દેવાયો છે. આ બીમારીએ લોકોને નવી ચિંતાજનક પરિસ્થિતિમાં મૂકી દીધા છે. એવામાં આ બીમારીને પ્રસરણ અંગે પણ વિવિધ સવાલો બહાર આવી રહ્યા છે.
શરૂઆતના સમયમાં જણાવાયું હતું કે બ્લેક ફંગસનું મુખ્ય કારણ સ્ટિરોઇડ છે, પરંતુ હવે રોગના પ્રસરણ અંગે દિલ્હીની પ્રખ્યાત હોસ્પિટલ AIIMSના ડૉકટર તથા પ્રોફેસર ઉમા કુમારે નવા સવાલો ઉઠાવ્યા છે. ઉમા કુમારે કહ્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીઓને મેડિકલ ઓક્સિજન આપવાની જગ્યાએ ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજન અપાઈ રહ્યો છે, જેને કારણે પણ ઘણી આડઅસરો થઈ શકે છે, જે આ રોગના ઉદ્ભવનું કારણ હોઈ શકે છે. આની સાથે સારવાર દરમિયાન સ્ટરિલાઇઝ વોટરની જગ્યાએ ગંદું પાણી વાપરવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. દર્દીઓ અથવા રોગનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિઓ જો અસ્વચ્છ માસ્ક પહેરે તોપણ આ રોગ ફેલાઈ શકે છે.
Cases of black fungus (mucormycosis) have been on the rise across the country amid the Corona epidemic, with the disease being declared an epidemic in about 15 states across the country. The disease has put people in a new worrying situation.There are also various questions about the spread of the disease.
Initially it was said that steroids were the main cause of black fungus, but now Uma Kumar, a doctor and professor at AIIMS, a renowned hospital in Delhi, has raised new questions about the spread of the disease. Uma Kumar said that instead of giving medical oxygen to infected corona patients, industrial oxygen is being given, which can also lead to many side effects, which may be the cause of the onset of the disease. In addition to this, using dirty water instead of sterilized water during treatment can also spread the disease. The disease can be spread even if patients or infected people wear unhygienic masks.
ઓક્સિજનના સપ્લાઇ અંગે સવાલો ઉઠાવ્યા
તજજ્ઞોએ આ રોગના સંક્રમણ અંગે ઓક્સિજનના પુરવઠા અને સ્વચ્છતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઓક્સિજનનું ઉત્પાદનક્ષેત્ર, એનાં સિલિન્ડરો અને સ્ટિરોઇડનો અંધાધૂંધ ઉપયોગ મુખ્ય કારણ છે.
ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવતું પાણી જો નળનું કે પછી દૂષિત હોય તોપણ લોકોમાં બ્લેક ફંગસ ફેલાઈ શકે છે.
ઓક્સિજન પહોંચાડવાની પાઈપ ગંદી હોઇ અથવા સિલિન્ડરો ગંદાં હોય તોપણ આ પ્રશ્ન ઉદ્ભવી શકે છે. લિક્વિડ ઓક્સિજનના તમામ જથ્થાને સાફ રાખવા જોઇએ.
વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે ઓક્સિજન અને સ્ટિરોઇડની દવાઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ.
કોઈપણ સમસ્યાના નિવારણ માટે અંધાધૂંધ સ્ટિરોઇડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.
એન્ટી-ફંગલ દવાઓનો અતિશય પ્રયોગ ન કરવો જોઇએ, આ દવાઓ નુકસાન પહોંચાડી શકે છે.
ઓક્સિજન અને સ્ટરિલાઇઝ વોટર વચ્ચે તફાવત
ઓક્સિજનઃ
હોસ્પિટલોમાં જે ઓક્સિજનનો વપરાશ થાય છે એને મેડિકલ ઓક્સિજન કહેવામાં આવે છે. ઓક્સિજનનું આ સૌથી સુરક્ષિત અને વપરાશ કરવા યોગ્ય રૂપ છે. આની શુદ્ધતા 99.5% હોય છે, જે ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. શુદ્ધીકરણ કર્યા પછી આ ઓક્સિજનને પ્રવાહી સ્વરૂપે સિલિન્ડરોમાં સ્ટોર કરવામાં આવે છે. ત્યાંથી હોસ્પિટલ સુધી આ જથ્થાને પહોંચાડીને દર્દીઓને આપવામાં આવે છે.
સ્ટરિલાઇઝ વોટરઃ
આ પાણી કોઈપણ પ્રકારના જીવાણું કે બેક્ટેરિયા વગરનું હોય છે. આ પાણી તબીબી સંશોધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો લેબમાં સંશોધન દરમિયાન પાણી સ્ટરિલાઇઝ ના હોય તો પ્રયોગની સાથે સંશોધન કરનારના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી શકે છે, તેથી જ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન પણ સ્ટરિલાઇઝ પાણીથી થાય એનો આગ્રહ રાખવામાં આવે છે.
સ્ટિરોઇડ કેવી રીતે જોખમને વધારે છે?
બ્લેક ફંગસ ફેલાવાનું પ્રાથમિક કારણ સ્ટિરોઇડ હતું. તમને જણાવી દઈએ કે અત્યારે કોરોનાને નાથવા માટે લોકો હદથી વધારે સ્ટિરોઈડનો ઉપયોગ પણ કરતા હોય છે. ડૉકટરની સલાહ લીધા વગર લોકો મનફાવે તેમ દવાઓનું સેવન કરતા રહે તોપણ આ બીમારીનો ભોગ બની શકે છે. આ કારણને પણ બ્લેક ફંગસના કહેરને વધુ પ્રસરણ પામવા માટે મુખ્ય અને અગ્રગણ્ય જણાવવામાં આવે છે. સ્ટિરોઈડ અને અન્ય એન્ટી-ફંગલ દવાઓની આડઅસર પણ ઘાતક સાબિત થઇ શકે છે. આની સાથે ડાયાબિટીસ અને કેન્સરના પેશન્ટને પણ આ રોગ સંક્રમિત કરી શકે છે.
Latest Jobs / Samachar
- वीडियो देखने के लिए यह क्लिक करें
- Hollywood actresses as my training data only goes up
- 7 Most Crypto-Accommodating Nations for Crypto Financial Investor
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
How do steroids increase risk?
The primary cause of the spread of black fungus was steroids. Let me tell you that nowadays people also use excessive steroids to fight corona. Even if people continue to take drugs without consulting a doctor, they can still get the disease. This cause is also said to be the main and foremost factor in the spread of black fungus. Side effects of steroids and other anti-fungal drugs can also be fatal. It can also infect diabetics and cancer patients.
બ્લેક ફંગસ શું છે?
બ્લેક ફંગસનું સંક્રમણ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ફેલાવાનું જોખમ વધારે હોય છે.
કોરોના મહામારીને પરિણામે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે, જેથી લોકો આનો ભોગ બની રહ્યા છે.
પહેલાં આ બીમારી કિમોથેરપી, અનિંયત્રિત શુગર, કોઈપણ પ્રકારનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવ્યું હોય તેવી વ્યક્તિને જ થતી હતી.
આવી રીતે બ્લેક ફંગસનું સંક્રમણ ફેલાય છે
આ બીમારી મ્યુકોરમાઇકોસિસ નામની ફૂગથી ફેલાય છે. આ ફૂગ નાક દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. આમ જોવા જઇએ તો આ ફૂગ હવામાં હોય છે અને નાક દ્વારા શ્વાસમાં જાય છે. શરીરના ઈજાગ્રસ્ત અંગો પણ જો આ ફૂગના સંપર્કમાં આવે તો ચેપ લાગી શકે છે. નાક આના પ્રવેશ કરવાનો મુખ્ય દ્વાર છે, ત્યાર પછી એ શરીરનાં વિવિધ અંગો પર આક્રમણ કરે છે.