Share Your Friends

ગુજરાત સરકાર જૂઠું બોલે છે, સિવિલનો ‘મોતનો ખેલ’ ઉઘાડો પડ્યો, કોરોનાના મૃતકોના આંકડામાં ક્રૂર મજાક

Expose Gujarat Sarkar

કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં મૃતદેહોના ઢગલા થયા હતા. આ ભયાવહતાને ગુજરાતના લોકો વર્ષો સુધી ભૂલી નહીં શકે. જોકે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવ્યા એ પણ હકીકત છે. ફક્ત અમદાવાદ 1200 બેડની સિવિલ કોવિડ હોસ્પિટલમાં જ રોજ જેટલાં મૃત્યુ થતાં હતાં એ આંકડો ઘણીવાર આખા ગુજરાતના સત્તાવાર મૃત્યુઆંક કરતાં પણ વધી જતો હતો.

ગુજરાત સરકારના સિવિલ કોવિડ હોસ્પિટલમાં જઈને 10 એપ્રિલથી 9મે સુધી ત્યાં થયેલાં મૃત્યુના રોજેરોજના આંકડા મેળવ્યા. આ આંકડા ક્યાંય કોઈ જગ્યાએ જાહેર થયેલા નથી. આ યાદી મુજબ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 3416 મોત થયાં હતાં, જ્યારે આ ગાળામાં રાજ્યમાં 3578 અને અમદાવાદમાં 698 મોત થયાં હતાં.

I went to the Civil Covid Hospital of the Gujarat Government and got the daily statistics of deaths from April 10 to May 9. These figures are nowhere published. According to the list, 3416 deaths occurred at Civil Covid Hospital, while 3578 deaths occurred in the state and 698 in Ahmedabad during the period.

There was an entire sheet of the dead on each date and thus in addition to the date sheet from April 10 to May 9 we also got a recording of it. Instead of checking the list of each of these dates, the name of the deceased patient, his phone number, admission date, date of death and the reason in the last box were written in it. The number and list of deaths for each date was prepared on the basis of the order given at the end of each sheet. The list was based on the death toll, which was updated from 8 a.m. to 8 p.m. the next day.

દરેક તારીખની મૃતકોની એક આખી શીટ હતી અને એ રીતે 10 એપ્રિલથી 9 મેની તારીખવાર શીટ ઉપરાંત એનું રેકોર્ડિંગ પણ અમે મેળવ્યું હતું. આ દરેક તારીખની યાદી ચેક કરતાં એમાં જે-તે દિવસે મૃતક દર્દીનાં નામ, તેમનો ફોન નંબર, એડમિશન ડેટ, મૃત્યુની તારીખ અને છેલ્લા ખાનામાં કારણ લખવામાં આવ્યું હતું. દરેક શીટના અંતે આપેલા ક્રમના આધારે જે-તે તારીખના મૃતકોની સંખ્યા તથા યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી સવારે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી અપડેટ થતા મૃત્યુઆંક આધારિત હતી.

Corona Death

30માંથી 12 દિવસ આખા રાજ્યના મૃત્યુઆંક કરતા સિવિલમાં વધુ ડેથ
સિવિલ કોવિડ હોસ્પિટલની 30 દિવસની મૃતકોની યાદી ચકાસવામાં આવી તો માલૂમ પડ્યું કે 10 એપ્રિલથી 9 મે દરમિયાન 11 દિવસ તો એવા હતા કે જ્યારે કોરોનાને લીધે આખા રાજ્યમાં થયેલાં મૃત્યુ કરતાં સિવિલ કોવિડ હોસ્પિ.નો મૃત્યુ આંક વધુ હતો. ગુજરાત સરકાર દ્વારા કેવી રીતે આંકડા છુપાવવાનું પાપ કરવામાં આવે છે એ અહીં જ એક્સપોઝ થઈ જાય છે. એપ્રિલ મહિનાની 10થી 21 તારીખ સુધીના આ 12 દિવસ એવા હતા કે જ્યારે અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલની યાદીમાંના મૃતકોની સંખ્યા રાજ્ય સરકારે જાહેર કરેલા જે-તે તારીખના સત્તાવાર મૃત્યુઆંક કરતાં પણ વધી જતી હતી. આ બાબત ફરી પુરવાર કરે છે કે રાજ્ય સરકારે મૃત્યુઆંક જાહેર કરવામાં કેવી ગોબાચારી કરી છે.

શું હાઈકોર્ટમાં પણ સરકારે ખોટા આંકડા સાથે નીચો મૃત્યુઆંક દર્શાવ્યો?
ગુજરાતમાં કોરોનાની ભયાવહ સ્થિતિને કારણે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી રજિસ્ટર કરી સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે રાજ્યમાં ટપોટપ થઈ રહેલાં મૃત્યુના આંક છુપાવવામાં આવી રહ્યા વિશે પણ ગુજરાત સરકારને અણિયારા સવાલો કર્યા હતા. એ વખતે ગુજરાત સરકારે મૃત્યુઆંક અંગેનું સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં સત્તાવાર મૃત્યુઆંકને જ ટાંકવામાં આવ્યા હતા. એકલી સિવિલ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં જ કોરોનાથી દાખલ થયેલા પેશન્ટનાં મૃત્યુની યાદી પ્રસિદ્ધ કરીને સરકારની આ રમતનો ભાંડો ફોડવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે શું હાઈકોર્ટમાં પણ સરકારે ખોટા આંકડા રજૂ કર્યા?

Latest samachar/ Jobs

દર્દી દાખલ કોરોનાથી થાય, મૃત્યુ થવા પર કારણ નહીં આપવાનું
DivyaBhaskarએ 10 એપ્રિલથી 9 મે સુધી સિવિલ 1200 બેડની હોસ્પિટલમાં મૃત્યુ પામેલા 100 દર્દીનાં પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ પણ DivyaBhaskar પાસે છે. આમાંના મોટા ભાગના દર્દીના સગાએ જણાવ્યું હતું કે તેમના સ્વજનને કોરોનાના હેવી ઈન્ફેક્શનને પગલે જ સિવિલ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમની સારવાર પણ કોરોનાની ચાલી હતી, પરંતુ મૃત્યુ થયા બાદ જ્યારે તેમને ડેડબોડી લઈ જવાનું હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું ત્યારે તેમને મૃત્યુનું કોઈ કારણ જણાવવામાં જ આવ્યું નહોતું. બસ, હોસ્પિટલ તરફથી મૃત્યુની એક ચિઠ્ઠી આપી દેવાઈ હતી, જેમાં ક્યાં તો મૃત્યુનું કારણ કોઈ બીમારીથી થયાનું લખી દેવાયું હતું અથવા કોઈ કારણ જણાવાયું જ નહોતું.

કોરોના પેશન્ટને સસ્પેક્ટેડમાં ખપાવી મૃત્યુઆંક નીચો રાખવાની ગેમ
સિવિલ 1200 બેડ કોવિડ હોસ્પિટલની જે યાદી DivyaBhaskarએ મેળવી છે એમાં તારીખવાર શીટ છે. આ શીટના છેલ્લા ખાનામાં મૃત્યુના કારણનો ઉલ્લેખ કરવાનો હોય છે, પરંતુ આ શીટમાં લગભગ 90 ટકાથી વધુ મૃતકોના કિસ્સામાં કોઈ કારણનો ઉલ્લેખ કરાયો જ નથી. એટલું જ નહીં, દર્દીના સગાને જ્યારે મૃતદેહ સોંપવામાં આવે છે ત્યારે તેની સાથે અપાતી મૃત્યુનોંધની ચિઠ્ઠીમાં પણ કારણનો ખુલાસો કરાતો નથી. બહુ-બહુ તો અમુક કિસ્સામાં કારણ તરીકે કો-મોર્બિડિટીની નોંધ ટપકાવી દેવાઈ છે. આમ પેશન્ટ દાખલ થાય કોરોના ઈન્ફેક્શનથી, સારવાર પણ કોરોનાની જ થાય, પરંતુ મૃત્યુ થાય ત્યારે એકાએક તેને નેગેટિવ ડિક્લેર કરી દેવાય અથવા તો સસ્પેક્ટેડ અને કો-મોર્બિડિટી એટલે કે ડાયાબિટીસ, હાઈપરટેન્શન વગેરે બીમારીનું કારણ આપી દેવાની આખી સરકારની ગેમ છે.

વધારે જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો. સચોટ જાણકારી એઝ અમારી ખાતરી

Share Your Friends