Share Your Friends

કોવિડ પ્રોટોકોલનો અંતિમ સંસ્કાર: બદાયૂંમાં મુસ્લિમ ધર્મગુરુના જનાજામાં ઉમટ્યા 20 હજાર લોકો

ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં જિલ્લા કાજી હજરત શેખ અબ્દુલ મુહમ્મદ સાલિમુલ કાદરીનું નિધન થયું. તે પછી તેમના જનાજામાં 15-20 હજાર લોકો એકત્રિત થયા. કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું. ઘણા લોકો માસ્ક વગરના પણ હતા. દરેક જનાજાને કાધ આપવા માંગતા હતા. આ દરમિયાન પોલિસ પણ મજબૂર દેખાઈ. સોમવારે આ કેસમાં અજ્ઞાત લોકોની વિરુદ્ધ મહામારી અધિનિયમ અંતર્ગત કેસ નોંધાયો છે.

જીવતા જીવ તેમણે નિયમોનું પાલન કરવાની શીખ આપી હતી
કાદરી સાહેબે મુસ્લમાનોની સાથે-સાથે હિન્દુનું પણ સન્માન કરતા હતા. તેમણે ઘણા મુદ્દાઓ પર સરકારનો સાથ આપ્યો. પછી તે નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો રહ્યો હોય કે કોવિડ-19 પ્રોટોકોલના પાલન કરવાની વાત હોય. લોકોને નિયમ-કાયદાનું પાલન કરવા માટે હમેશા કહેતા હતા.
તેમના નિધનના સમાચાર મળતા જ લોકો એકત્રિત થવા લાગ્યા. કોરોના હોવા છતાં લોકોએ નિયમોને એકબાજુએ મુકી દીધા. પોલીસ પણ મજબૂર થઈ ગઈ. લોકો જનાજાને કાધ આપવા માટે આતુર દેખાયા.

ધજાગરો થયો તો એક્શનમાં આવી પોલીસ
વીડિયો વાઈરલ થયા પછી બદાયૂં પોલીસના ધજાગરા ઉડ્યા. બદનામીથી બચવા માટે મહામારી અધિનિયમની ધારાઓ-188, 269 અને 270 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ સદર કોતાવાલી પોલીસે નોંધ્યો છે. SSP બદાયૂં સંકલ્પ શર્માએ SP સિટી પ્રવીણ સિંહ ચૌહાણને તપાસ સોંપી છે.

Living beings he taught to follow the rules
Qadri respected Muslims as well as Hindus.  He supported the government on many issues. Then there is the issue of citizenship research law or compliance with the Covid-19 protocol. People were always told to follow the law. As soon as news of his demise was received, people began to gather. Despite Corona, people put the rules aside. The police were also forced. People appeared eager to pay homage to the janaja.

The police came into action if there was a stampede
After the video went viral, the Badaun police flew. Cases have been registered under Sections 188, 269 and 270 of the Epidemic Act to avoid defamation. The case has been registered by Sadar Kotwali police. SSP Badaun Sankalp Sharma has handed over the probe to SP City Praveen Singh Chauhan.

શાં માટે ઉમટી ભીડ?
પોલીસે નિધનના પગલે ભેગા થયેલા લોકોને ન રોક્યા. આ કારણે ભીડ પહોંચી ગઈ. કોઈ પોલીસ અધિકારીએ તેમના પરિવાર કે અન્યને સમજાવવાની કોશિશ કરી. પોલીસ પ્રશાસન કોવિડ નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહ્યું. સરકારે અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને સામેલ થવાની પરવાનગી આપી છે.

કોરોના વાઇરસે ફરી નવું રૂપ લીધું! :સુરતના 75માંથી 10 સેમ્પલમાં કોરોનાનો સ્ટ્રેઇન બદલાયો

Corona second strain

સુરત સહિત રાજ્યભરમાં માર્ચ સુધી ઇન્ડિયન સ્ટ્રેઇનના 10%થી વધુ કેસ હતા, જે વધીને હવે 40 ટકાથી વધુ થયા

શહેરમાં યુકે, આફ્રિકા પછી ઇન્ડિયન સ્ટ્રેઇનના સૌથી વધુ કેસ, હજુ 65 સેમ્પલના રિપોર્ટ બાકી, ઇન્ડિયન સ્ટ્રેઇનમાં પેટમાં દુ:ખાવો એ મહત્ત્વનું લક્ષણ

સુરતમાં વાઇરસનાં બે નવા મ્યુટેશન મળ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત શહેરમાંથી છેલ્લા દોઢ મહિનામાં 75 સેમ્પલ પૂનાની એન.આઇ.વી લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં દસ સેમ્પલનાં રિપોર્ટમાં ઈન્ડિયન ડબલ મ્યુટેડ વેરિયન્ટ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાનાં બીજા વેવ દરમિયાન વધી ગયેલા મૃત્યુ અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં થયેલો વધારો પણ આ જ વેરિએન્ટને કારણે હોવાનું મનાઇ રહ્યું છે.

દસ રિપોર્ટમાં વાઇરસ ડબસ મ્યૂટેડ આવ્યો
નવી સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ડો.રાગિણી વર્માએ જણાવ્યું કે છેલ્લા દોઢથી બે મહિનામાં અમે કોરોના દર્દીઓનાં 75 સેમ્પલ વાઇરસનાં સ્ટ્રેઇનની તપાસ માટે પૂનાની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલ્યા હતા. જેમાંથી દસ સેમ્પલનાં રિપોર્ટમાં વાઇરસ ડબલ મ્યૂટેડ હોવાનો રિપોર્ટ અમને સુપરત કરાયો છે. ડબલ મ્યુટેશન સ્ટ્રેઇનનાં લક્ષણો મોટાભાગે સરખા છે. પણ આ વાઇરસ શરીરમાં પ્રવેશે છે તો ખાંસીનાં કિસ્સા ઓછા જોવા મળે છે પણ પેટની તકલીફનાં કિસ્સા વધારે જોવા મળી રહ્યા છે. આ સ્ટ્રેઇનમાં પેટમાં દુખાવો, વોમિટીંગ અને ડાયેરીયાનાં લક્ષણો વધારે જોવા મળી રહ્યા છે.

A shocking revelation has been made that two new mutations of the virus have been found in Surat. In the last one and a half months, 75 samples were sent from Surat city to the NIV lab in Poona for testing. The report of ten samples has been found to have Indian double mutated variant. The increased variance during the second wave of corona and the increase in the number of patients in need of oxygen are also being denied due to this same variant.

The virus dubbed mutated in ten reports
“In the last one and a half to two months, we have sent 75 samples of Coro patients to the National Institute of Virology in Poona for testing for strains of the virus,” said Dr Ragini Verma, superintendent of the new civil hospital. Of these, ten samples were reported to have double muted virus. The symptoms of a double mutation strain are largely the same. However, when the virus enters the body, the incidence of cough is less but the incidence of stomach problems is more.  Symptoms of abdominal pain, vomiting and diarrhea are more common in this strain

કોરોનાના અત્યાર સુધીના સ્ટ્રેઈન

યુ.કે – B.1.1.7

સાઉથ આફ્રિકા ‌- B.1.351 –

બ્રાઝિલ – P.1 & P.2

કેલિફોર્નિયા – B1.427 & B.1.428

ઇન્ડિયન સ્ટ્રેઈન -B.1.617 & B.1.618

વાઈરસના જીનેટિક મટિરિયલમાં ફેરફાર આવે ત્યારે તે મ્યુટેડ થાય છે
ગવર્મેન્ટ મેડિકલ કોલેજનાં પી.એસ.એમ વિભાગનાં વડા ડો. જે.કે.કોસંબિયાએ જણાવ્યું કે કોરોના વાઇરસ એના જેવો જ બીજો વેરિઅન્ટ બનાવે છે. એટલે કે-બીજું રૂપ ધારણ કરી લે છે. કોઇક વેરિઅન્ટ વધારે ચેપ લગાડી શકે, કોઇક વેરિઅન્ટથી ગંભીર અસરો થઇ શકે. સૌ પ્રથમ ચાઇનાનો સ્ટ્રેઇન સામે આવ્યો હતો. ત્યારબાદ યુ.કે, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના સ્ટ્રેઇન પણ જોવા મળ્યા હતા. સુરતમાં પણ યુ.કે અને આફ્રિકન સ્ટ્રેઇનનાં કેસ જોવા મળ્યા હતા. હવે વાઇરસ ડબલ મ્યુટેડ થયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે અને પરીક્ષણમાં એનો ખુલાસો પણ થયો છે.​​​​​​​ કેટલાક કિસ્સામાં તો ત્રિપલ મ્યુટેશન થયું હોવાનાં કિસ્સા પણ મળ્યા છે. તાજેતરમાં જ આંધ્રપ્રદેશમાં પણ નવો મ્યુટન્ટ જોવા મળ્યો છે. વાઈરસના જીનેટિક મટિરિયલમાં થોડો ફેરફાર આવે ત્યારે તે મ્યુટેડ થાય છે. જોકે વેક્સિન તેની સામે અસરકારક હોવાનું માનવામાં આવે છે. અગાઉ ડબલ મ્યુટન્ટના કેસ દિલ્લી અને મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યાં હતા હવે ગુજરાત સહિત બધે જોવા મળી રહ્યાં છે.

કોરોના સ્ટ્રેઇન શોધવા પાલિકા નવો સેલ બનાવશે, 4 માઇક્રો બાયોલોજીસ્ટ મુકાશે
પાલિકા નવા સ્ટ્રેઇનને શોધવા એક સેલની રચના કરશે, જેમાં સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, ખાનગી લેબ તથા યુનિવર્સિટીના એક-એક માઇક્રો બાયોલોજીસ્ટની નિમણૂંક કરાશે. દર અઠવાડિયે તેની મીટિંગ બોલાવીને કોરોના સ્ટ્રેઇન સંદર્ભે ચર્ચાઓ કરાશે. મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, આ સેલ ત્રણ કેસ પર ધ્યાન આપશે. જેમાં વેક્સિનેશન થયા પછી દર્દી ગંભીર થયો હોઇ, કોરોના પછી ફરીથી કોરોના થાય અને ગંભીર સ્થિતિ સુધી પહોંચ્યો હોય તેમજ ટ્રાવેલીંગ બાદ સંક્રમિત થાય અને હાલત ગંભીર થઇ હોય તેવા કિસ્સામાં દર્દીઓના સેમ્પલ મેળવી સ્ટ્રેઇન શોધવા લેબમાં મોકલાશે.

Share Your Friends