સરકાર આજે મહત્વ નો નિણર્ય લઈ શકે. કોરોના ની ચેન તોડવા lockdown જરૂરી

Share Your Friends

કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું- સંક્રમણની ચેન તોડવા માટે 15 દિવસનું લોકડાઉન જરૂરી : સરકાર આજે નિણર્ય લઈ શકે.

Latest news

છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો આશરે 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે. બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર સોમવારે નિર્ણય લઈ શકે છે.

સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે બંને સભ્યો એક અઠવાડિયાથી આ માંગણીઓ કરી રહ્યા છે. ICMRએ અપીલ કરી છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની બાકી છે. સંસ્થા કહે છે કે આવી પરિસ્થિતિમાં સંક્રમણની ચેનને તોડવા માટે બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે.

The center may impose a partial lockdown
The Center has not taken any decision on the opinion of ICMR and AIIMS. Sources said the Center may take a decision on it after May 3.  It is being said that the government may announce a partial lockdown if a complete lockdown does not take place.

The second wave may end in May, but the rules have to be followed, the expert said
Dr Shahid Jamil, director and virologist at Ashoka University’s Trivedi School of Biosciences, told Bhaskar that another wave of corona could arrive in the second week of May. Right now we can’t say how many cases will come up. This figure could be as high as 5-6 lakh cases per day. Indeed, this figure depends on the caution taken in the matter of Kovid and his dealings.

Dr. Jameel believes that if people follow the Kovid guidelines, we may be able to get out of the second wave by the end of May, but if people continue to break the rules in this way, the wave could go on for a long time.

કેન્દ્ર લગાવી શકે છે આંશિક લોકડાઉન
ICMR અને એઈમ્સના અભિપ્રાય અંગે કેન્દ્રએ કોઈ નિર્ણય લીધો નથી. સૂત્રોએ જણાવ્યું છે કે 3 મે પછી કેન્દ્ર તેના પર નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સંપૂર્ણ લોકડાઉન નહીં થાય તો આંશિક લોકડાઉનની સરકાર જાહેરાત કરી શકે છે.

નિષ્ણાંતે કહ્યું – બીજી લહેર મેમાં સમાપ્ત થઈ શકે છે, પરંતુ નિયમોનું પાલન કરવું પડશે
અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સિસના ડિરેક્ટર અને વાઇરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે ભાસ્કરને જણાવ્યું હતું કે મે મહીનાના બીજા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેરની પીકઆવી શકે છે. હમણાં આપણે કહી શકતા નથી કે કેટલા કેસ સામે આવશે. આ આંકડો દરરોજ 5-6 લાખ કેસનો પણ હોઈ શકે છે. ખરેખર, આ આંકડો કોવિડ બાબતે રાખવામા આવતી સાવધાની અને તેના વ્યવહાર પર આધાર રાખે છે.

ડો.જમીલ માને છે કે જો લોકો કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરશે, તો કદાચ મે મહીનાના અંતમાં આપણે બીજી લહેરથી બહાર આવી શકીએ છીએ, પરંતુ જો લોકો આ રીતે જ નિયમોનું ઉલ્લંઘન કરતા રહ્યા તો આ લહેર વધુ લાંબી પણ ચાલી શકે છે.


રાજ્યોએ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે
હાલમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઓડિશામાં સંપૂર્ણ લોકડાઉન છે. મીની લોકડાઉન મહારાષ્ટ્ર અને પંજાબમાં લાગુ કરવામાં આવ્યું છે. યુપીમાં વિકેન્ડ લોડાઉન કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ 7 મે સુધી જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

Share Your Friends