Share Your Friends

વધારે રિટર્ન જોઈતું હોય તો પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કિમ અથવા SBI ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો

Fixed deposit post office

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ને આપણા દેશમાં રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સાધન માનવામાં આવે છે. તેના દ્વારા કોઈપણ રિસ્ક વગર તમને તમારા રોકાણ પર એક નિશ્ચિત રિટર્ન મળે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આ સમયે FD પર મહત્તમ 5.4% વ્યાજ આપી રહી છે. જો તમને તમારા રોકાણ પર તેનાથી વધારે વ્યાજ જોઈતું હોય તો પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કિમમાં પૈસાનું રોકાણ કરી શકો છો. અમે તમને SBI FD અને પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કિમ વિશે જણાવી રહ્યા છીએ.

What is the return on investment for 5 years?
Under this scheme, if you invest Rs 1 lakh for 5 years, you will get Rs 138,971 after 5 years.  You will get Rs 38,971 as interest at 6.6% interest.

પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કિમ

તેમાં તમે એક સામટા પૈસા ડિપોઝિટ કરીને તમારા માટે મંથલી ઈન્કમની વ્યવસ્થા કરી શકો છો.

જો તમે દર મહિને પૈસા નથી ઉપાડતા તો મેચ્યોરિટીના સમયે તમને બધા પૈસા એક સાથે મળી જશે.

આ સ્કિમ અંતર્ગત અકાઉન્ટને મિનિમમ 1000 રૂપિયાથી ખોલાવી શકો છો.

મહત્તમની વાત કરીએ તો, જો તમારું અકાઉન્ટ સિંગલ છે તો તમે 4.5 લાખ રૂપિયા સુધી મહત્તમ રોકાણ કરી શકો છો.

જો તમારું જોઈન્ટ અકાઉન્ટ છે તો તેમાં મહત્તમ 9 લાખ રૂપિયા જમા કરી શકાય છે.

તેનો મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. એટલે કે તેમાં તમારે 5 વર્ષ માટે રોકાણ કરવું પડશે.

આ સ્કિમમાં અત્યારે 6.6% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

Fixed Deposit (FD) is considered to be the most preferred instrument for investment in our country. It gives you a definite return on your investment without any risk. State Bank of India (SBI) is currently offering a maximum interest rate of 5.4% on FDs. If you want more interest on your investment then you can invest money in Post Office Monthly Income Scheme. We are informing you about SBI FD and Post Office Monthly Income Scheme.

5 વર્ષ માટે રોકાણ કરવા પર કેટલું રિટર્ન મળશે?


આ સ્કિમ અંતર્ગત જો તમે 1 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 5 વર્ષ બાદ 138,971 રૂપિયા મળશે. તેમાં 6.6% વ્યાજ દરે તમને 38,971 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

SBI ફિક્સ્ડ ડિપોઝિટ

તેમાં જો તમે 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તમને વાર્ષિક 5.4% વ્યાજ મળશે.

સિનિયર સિટીઝનને તેના પર 0.50% વધુ વ્યાજ મળે છે.

તેમાં તમને ઈન્કમ ટેક્સની સેક્શન 80C અંતર્ગત ઈન્કમ ટેક્સ છૂટનો લાભ મળે છે.

તેમાં તમારે મિનિમમ 1000 રૂપિયા રોકાણ કરવું પડશે.

મહત્તમની વાત કરીએ તો તેમાં રોકાણની કોઈ મર્યાદા નથી.

5 વર્ષ માટે રોકાણ કરવા પર કેટલું રિટર્ન મળશે?

આ સ્કિમ અંતર્ગત જો તમે 1 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 5 વર્ષ બાદ 130,917 રૂપિયા મળશે. તેમાં 5.40% વ્યાજ દરે તમને 30,917 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

Share Your Friends