વાવાઝોડાથી ગીર-સોમનાથ જિલ્લામાં ભારે ખાનાખરાબી, અનેક ગામડાં સંપર્કવિહોણાં

જિલ્લાના ઉના, ગીર-ગઢડા, કોડીનાર પંથકના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી. વેરાવળ, તાલાલા, સુત્રાપાડા પંથકમાં નાળિયેરી, કેરી સહિતના ખેતીના પાકોનો ભારે નુક્સાનીનો વર્તારો
ગત રાત્રિથી જ લઈ આજે બપોર સુઘી ઉના શહેર અને પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારો સંપર્કવિહોણા. મુખ્ય નેશનલ હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર-ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ
તાઉ-તે વાવાઝોડાએ ગત રાત્રિના ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકના દરિયાકાંઠાથી પ્રવેશ કર્યા બાદ ભારે ખાનાખરાબી સર્જી છે. તેની હકકીતો ઘીમે ઘીમે આજે સવારથી સામે આવી રહી છે. જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ બે હજાર જેટલા વૃક્ષો ધરાશાયી, 721 વીજ પોલો ધરાશાયી થવાની સાથે 329 ગામોમાં અંધારપટ અને ઉના-કોડીનારના એક-એક પરિવારો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું તંત્રના પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યુ છે.
વાવાઝોડાએ ઉના શહેર અને પંથક ઉપરાંત કોડીનાર-ઉનાના દરીયાકાંઠાના ગામોમાં ભારે તબાહી સર્જી હોવાની દહેશતના એંધાણ સામે આવી રહ્યા છે. હાલ બપોરે 1 વાગ્યા સુધી ઉના શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર વૃક્ષો-વીજપોલો ધરાશાયી થવાના લીધે બંધ છે.
Rural areas were badly affected by the hurricane
There were fears of severe erosion along the coast of Una district of the district following strong winds and torrential rains. The hurricane has particularly affected the rural areas of the city of Una and the coast of the diocese. Many coastal villages and jetty ports in Kodinar taluka have also been severely damaged. Apart from this, the rural areas of Girgarhda taluka have also been affected by heavy winds due to hurricanes and subsequent torrential rains.
Heavy winds were blowing from 100 to 150 km
Heavy winds of 100 to 150 kmph were blowing in six talukas of Gir-Somnath district during the last night, with reports of severe damage in Una, Gir-Gadha and Kodinar panth villages. Hundreds of trees, power poles, high-mast light towers and roofs of houses and shops have been blown up in the three districts. While the crops have also been severely damaged and the roads connecting the rural areas to the taluka center have been cut down.
Vehicle transaction closed completely
Una city-rural areas were cut off from other talukas for a few hours due to the hurricane. A blackout has been raging in Una city-diocese since yesterday afternoon. Which has not started till this afternoon. However, the power utility is working on a war footing and is trying to restore power supply to Una city at night. Roads on both the Kodinar and Rajula roads connecting Una have been closed due to landslides. While this morning Una did not get the required items including milk.
- वीडियो देखने के लिए यह क्लिक करें
- Hollywood actresses as my training data only goes up
- 7 Most Crypto-Accommodating Nations for Crypto Financial Investor
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
ગ્રામ્ય વિસ્તારો વાવાઝોડાથી ભારે પ્રભાવિત થયા
જિલ્લાના ઉના પંથકના દરિયાકાંઠે તોક-તે વાવાઝોડુ ટકરાયા બાદ ફુંકાયેલા ભારે પવન અને સાથે વરસેલા અનરાઘાર વરસાદના પગલે ભારે ખાનાખરાબીની દહેશત વર્તાતી હતી. ખાસ કરીને ઉના શહેર અને પંથકના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારો વાવાઝોડાથી ભારે પ્રભાવિત થયા છે. જયારે કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના પણ અનેક ગામોમાં અને જેટી બંદરોમાં પણ ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવાઝોડાના ભારે પવન અને બાદમાં વરસેલા અનરાઘાર વરસાદના લીઘે ભારે ખાનાખરાબી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
100થી 150 કિમી સુઘી ભારે પવન ફૂંકાયો હતો
ગત રાત્રિ દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાના છ તાલુકામાં 100થી 150 કિમી સુધી ભારે પવન ફૂંકાયો હતો, જેમાં ઉના, ગીર-ગઢડા અને કોડીનાર પંથકના ગામોમાં મોટી અસર સાથે નુકસાનીનો વર્તારો સામે આવી રહ્યો છે. આ ત્રણેય પંથકમાં સેકડો વૃક્ષો, વીજપોલો, હાઇમાસ્ટ લાઇટ ટાવર ઘરાશાયી થવા ઉપરાંત અને મકાનો-દુકાનોના છપરા ઉડી ગયા છે. જયારે ખેતીના પાકોને પણ મોટુ નુકસાન થવાની સાથે ગ્રામ્ય વિસ્તારને તાલુકા મથકે જોડતા રસ્તાઓ પર વૃક્ષો ઘરાશાયી થવાની બંઘ થઇ ગયા છે.
વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો
વાવાઝોડાના કહેરને પગલે ઉના શહેર-ગ્રામ્ય વિસ્તારો અમુક કલાકો સુઘી અન્ય તાલુકાઓથી સંપર્ક વિહોણા બની ગયા હતા. ઉના શહેર-પંથકમાં ગઇકાલ બપોરથી અંઘારપટ છવાય ગયો છે. જે આજે બપોર સુઘી શરૂ થયો નથી. જો કે, વીજ તંત્રએ યુઘ્ઘના ઘોરણે કામગીરી હાથ ઘરી રાત સુઘીમાં વીજ પુરવઠો ઉના શહેરમાં બહાલ કરવા પ્રયત્ન કરી રહ્યુ છે. ઉનાને જોડતો કોડીનાર અને રાજુલા બંન્ને તરફના રસ્તાઓ ઉપર અનેક વૃક્ષો જમીન દોસ્ત થયેલ હોવાથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. જયારે આજે સવારે ઉનામાં દુધ સહીતની જરૂરીયાતની ચીજ વસ્તુઓ પહોંચી ન હતી.
ખેતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું
વેરાવળ, તાલાલા અને સુત્રાપાડામાં નાળીયેરી, કેરી સહિતના ખેતી પાકોને ભારે નુકશાન પહોંચ્યુ છે. પંથકના અનેક નાળીયેરીના બગીચાઓમાં વિશાળ નાળીયેરીના વૃક્ષો ભારે પવનમાં જમીનદોસ્ત થઇ ગયા હતા. તો આંબાના બગીચાઓમાં કેરીઓ ખરી પડી હતી. જયારે અસંખ્યા વૃક્ષો, છપરા અને હોર્ડીગો વાવાઝોડાની થપાટમાં ફંગાળાઇ ઉડી ગયા છે. આ ત્રણેય પંથકમાં અનેક મોટા શોરૂમોના છપરા-ડોમ ભારે પવનમાં ઉડીને રસ્તા પર આવી ગયા હતા. જિલ્લાના છએય તાલુકામાં તાક-તે વાવાઝોડાના કહેર બાદ થયેલ નુકશાનીની વિગતો મેળવવા તંત્રએ સ્થાનીક તાલુકાઓમાંથી મંગાવેલ પ્રાથમીક અહેવાલમાં જ ભારે ખાનાખરાબીનું ચિત્ર સામે આવ્યુ છે.