Share Your Friends

કોરોનામાં ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપાય અજમાવો

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. કોરોનાની બીજી લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે આયુષ મંત્રાલય તરફથી સેલ્ફ કેર ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આયુષ મંત્રાલય દ્વારા તેમાં કેટલાક સામાન્ય ઉપચારો આપવામાં આવ્યા છે, જેને દરેક વ્યક્તિએ રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઈએ. આ ઉપાયો આપણા શરીરને સ્વસ્થ રાખવામાં અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરશે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના કેટલાક સામાન્ય ઉપાયો:

આખો દિવસ જ્યારે પણ પાણી પીવો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરો

આયુષ મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ, દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનીટ માટે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરવાની આદત પાડો.

રસોઈ બનાવતી વખતે હળદર, જીરું, ધાણા અને લસણ જેવા મસાલાઓનો ઉપયોગ કરવાની ભલામણ આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.

A second wave of corona is rapidly infecting people across the country. Corona’s second wave is not taking the name of stopping.  Corona cases in the country are breaking new records every day. Self care guidelines have been announced by the Ministry of AYUSH. There are some common therapies provided by the Ministry of AYUSH, which everyone should include in their daily life. These remedies will help keep our body healthy and boost the immune system.

Here are some common ways to boost your immune system:

Use only warm water whenever you drink water throughout the day

According to the Ministry of AYUSH, make it a habit to do yoga, pranayama and meditation for at least 30 minutes every day.

The Ministry of AYUSH has recommended the use of spices like turmeric, cumin, coriander and garlic in cooking.

આ રીતે વધારો રોગપ્રતિકારક ક્ષમતાઃ

દરરોજ એક ચમચી ચ્યવનપ્રાશ સાથે સવારની શરુઆત કરો. જે લોકોને ડાયાબિટિસની સમસ્યા છે તેઓ શુગર ફ્રી ચ્યવનપ્રાશ ખાઈ શકે છે.

હર્બલ ટી અથવા કાવો પીવોઃ તુલસી, તજ, મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષને પાણીમાં ઉમેરીને ઉકાળી લો.પાણીને ગાળીને તેનું સેવન કરો. દિવસમાં એક કે બે વાર પીવો. જો જરૂર પડે તો ગોળ અથવા તાજો લીંબુનો રસ સ્વાદ અનુસાર નાખીને પી શકાય છે.

સુવર્ણ દૂધ: અડધી ચમચી હળદર પાવડરને 150 મીલી ગરમ દૂધમાં નાખીને દિવસમાં એક કે બે વાર પીવું. જો કે, ધ્યાન રાખો કે, જમ્યા પહેલા કે પછી તરત જ ન આ દૂધ ન પીવું.

સરળ આયુર્વેદિક પ્રક્રિયાઓ

નસ્ય ક્રિયા: સવારે અને સાંજે નાકના બંને નસકોરામાં તલનું તેલ/ નારિયેળનું તેલ અથવા ઘી નાખવું.

ઓઈલ પુલિંગ થેરેપી: 1 ચમચી તલનું અથવા નારિયેળનું તેલ મોઢાંમાં લેવું. તેને પીશો નહીં પરંતુ 2 થી ૩ મિનીટ સુધી મોઢામાં ગોળ-ગોળ ફેરવવું અને ત્યારબાદ કોગળા કરી બહાર થૂંકી નાખવું. પછી મોઢાંને હુંફાળા પાણીથી કોગળા કરી ધોઈ નાખવું. આ પ્રક્રિયા દિવસમાં એક અથવા બે વાર કરી શકાય.

સૂકી ઉધરસ અને ગળામાં દુખાવાની સારવાર

દિવસમાં એક વાર તાજા ફુદીનાના પાંદડા અથવા અજમો પાણીમાં નાખીને નાસ લેવા.

આનાથી લાભ થશે: જો તમને કફ અથવા ગળામાં તકલીફ છે તો લવિંગ પાઉડર તેમજ મધને મિક્સ કરી લો અને આ મિશ્રણનું દિવસમાં ત્રણવાર સેવન કરો.

આ બાબતોનું રાખો ધ્યાનઃ આ રીત સૂકી ઉધરસ અને ગળામાં દુખાવાની સ્થિતિમાં અજમાવી જોઈએ. જો તેના બાદ પણ સમસ્યા દૂર ન થાય તો તમારે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઉપર આપવામાં આવેલી માહિતી જાણીતા આયુર્વેદાચાર્યો દ્વારા આપવામાં આવી છે. તમે તમારી જરૂર પ્રમાણે આ ઉપાયનો પ્રયોગ કરી શકો છો.

લેટેસ્ટ સમાચાર / જોબ્સ

Share Your Friends
5 Thing to Know Russia Allow International Trade Don’t Miss 6 Things to know Crypto Currency BINANCE BNB hack Update 2022 Don’t Miss Planet Hollywood Las Vegas Miranda Lambert Few Things Don’t Miss 5 Thing to Know In Fallout New Vegas Game Don’t Miss Some Facts For Sara Lee WWE Wrestler Former Police Officer Attacks Thai Day Care Center Mass Killing