ચક્રવાત ‘જવાદ’નો ખતરો :ઓડિશા-આંધ્રપ્રદેશમાં આવી રહ્યો છે ચક્રવાત ‘જવાદ’, ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

130 વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બરમાં આવી રહ્યો છે ચક્રવાત. બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે. હકીકતમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિકસિત થઈ રહી છે, જે ચાર ડિસેમ્બર એટલે કે શનિવારની આસપાસ આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આને કારણે જે વાવાઝોડું સર્જાશે, જેને જવાદ (JAWAD) નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જવાદ શનિવાર સુધી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારાને અથડાશે.
બંગાળની ખાડીમાં શરૂ થયેલી આ હલચલને કારણે હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. એ સિવાય હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
શનિવાર સુધીમાં આંધ્ર અને ઓડિશાના દરિયાકિનારે અથડાશે વાવાઝોડું
હવામાન વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે થાઈલેન્ડ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે સાડાઆઠ વાગે ઓછું પ્રેશર ઊભું થયું છે. આ પ્રેશર આગામી 12 કલાકમાં આંદામાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી એ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને બે ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ અને નજીકની બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી ચાર ડિસેમ્બર શનિવારે સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવાની શક્યતા છે. આ ઓછા પ્રેશરને કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર-ગુજરાતમાં આજે થઈ શકે છે વરસાદ
એક ડિસેમ્બરે ગુજરાતમાં, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે બીજી ડિસેમ્બરે ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.
👉 વાવાઝોડા ની લાઈવ સ્થિતિ જાણવા આ લિંક પર ક્લિક કરો.
130 વર્ષ પછી પહેરીવાર ડિસેમ્બરમાં આવી રહ્યો છે ચક્રવાત
વર્ષ 1891થી 2020 દરમિયાન ડિસેમ્બર મહિનામાં એકવાર પણ ચક્રવાત ઓડિશાના દરિયાકિનારાને અથડાયો નથી. 130 વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બર મહિનામાં અહીં ચક્રવાત આવી રહ્યો છે. આ પહેલાં 1999માં સુપર સાઇક્લોન સાથે 2013 ફાઈલીન, 2014માં હૂડહૂડ, 2019માં ફાની, 2020માં અમ્ફાન પછી ઓડિશા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે.
1964માં ડિસેમ્બરમાં દક્ષિણ આંદામાન સાગરમાં ચક્રવાત ઊભો થયો હતો
છેલ્લાં 130 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં બંગોપ સાગરમાં કોઈ ચક્રવાત નહોતો આવ્યો, પરંતુ ભારત મહાસાગરમાં ડિસેમ્બર મહિનામાં ઘણા ચક્રવાત આવ્યા છે. 1964માં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આંદામાન સાગરમાં એક ચક્રવાત ઊભો થયો હતો. આ ચક્રવાતને કારણે 280 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વરસાદ થવાની સાથે દરિયામાં પણ ઊચી લહેર ઊઠી હતી.
After 130 years the cyclone is coming in December
The cyclone did not hit the coast of Odisha even once in December between 1891 and 2020. For the first time in 130 years, a cyclone is coming here in December. Odisha will now face Cyclone Jawad in 2013 with Super Cyclone in 1999, Hoodhood in 2014, Fanny in 2019 and Amphan in 2020.
In December 1964, a cyclone formed in the South Andaman Sea
There have been no cyclones in the Bangop Sea in December for the last 130 years, but there have been many cyclones in the Indian Ocean in December. In December 1964, a cyclone formed in the South Andaman Sea. The cyclone caused winds of 280 km per hour. Heavy rains also caused high waves in the sea.