cVIGIL App Election Time Erilivant Activity Fariyad Apk

Share Your Friends

cVIGIL એપથી હવે ફોટો અને વીડિયોની મદદથી યુઝર્સ ચૂંટણીમાં ગેરરીતિની ફરિયાદ કરી શકશે, ચૂંટણીપંચ 100 મિનિટમાં એક્શન લેશે

Source : Divya bhaskar

ગુજરાત સરકારે ખેતી બેંક માંથી લીધેલ લૉન માફ વધારે જાણકારી માટે ક્લિક કરો

App ને ડાઉનલોડ કરો અને બીજા ને share કરો

ચૂંટણીપંચે ગેરરીતિ રોકવા માટે આ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી મતદારો આચારસંહિતાના ઉલ્લંઘનની માહિતી સીધી ચૂંટણીપંચને આપી શકે છે. આ એપ એન્ડ્રોઈડ અને iOS બંને માટે અવેલેબલ છે. એપ કેમેરા અને GPS પરમિશન માગે છે. મે 2019માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આ એપનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો.

એપ આ રીતે ચૂંટણી પારદર્શક બનાવશે

જે રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ હોય, ત્યાંના લોકો આ એપ ઉપયોગ કરી શકશે.

ચૂંટણીની તારીખ જાહેર થયાથી લઈને મતદાન પૂરું થાય ત્યાં સુધી આ એપ પર ફરિયાદ નોંધાવી શકાશે.

આચારસંહિતા દરમિયાન નેતાઓના કોઈપણ પ્રકારના ગેરકાયદે ડોક્યુમેન્ટ વહેંચવા પર, ભ્રષ્ટાચાર અને વિવાદાસ્પદ નિવેદનોની ફરિયાદ નોંધાવી શકાશે.

cVIGIL એપ પર અપલોડ કરાયેલા ફોટો અને વીડિયો 5 મિનિટની અંદર લોકલ ચૂંટણી અધિકારી પાસે પહોંચી જશે.

જો ફરિયાદ સાચી જણાશે તો ચૂંટણીપંચ 100 મિનિટની અંદર એનું સમાધાન લાવશે.

એપ પર કેવી રીતે ફરિયાદ નોંધાવશો?

એપ ઈન્સ્ટોલ કરી નામ, એડ્રેસ, રાજ્ય, જિલ્લો, વિધાનસભા અને પિનકોડ સબમિટ કરી રજિસ્ટ્રેશન કરો. OTPથી વેરિફિકેશન કરો. હવે એપ પર ફરિયાદ કરવા માટે ફોટો અથવા કેમેરાને સિલેક્ટ કરો. 2 મિનિટ સુધીનો વીડિયો અપલોડ કરી શકાશે. કન્ટેન્ટ રિલેટેડ ડિટેલ બોક્સમાં લખો.

જે જગ્યાની ફરિયાદનો વીડિયો અથવા ફોટો હોય યુઝરનું લોકેશન પણ એ જ જગ્યાનું હોય એ જરૂરી છે. એપ પર ફોટો કે વીડિયો અપલોડ કર્યા બાદ યુઝરને યુનિક આઈડી મળશે. આ આઈડીની મદદથી ફરિયાદનું ફોલોઅપ લઈ શકાશે. એપમાં યુઝરની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવશે. એપમાં પહેલાં રહેલાં વીડિયો અથવા ફોટો કન્ટેન્ટ અપલોડ નહીં થાય. એપમાં રેકોર્ડ કરેલાં વીડિયો અને ફોટો ગેલરીમાં સેવ નહીં થાય.

Share Your Friends