ગુજરાતમાં વધ્યો કોરોના એરબોન વાયરસ, બાળકોને સંક્રમિત કરે છે.

બાળકોને સંક્રમિત થતાં અટકાવવા ઘરમાં રાખવાં એકમાત્ર ઉપાય: નિષ્ણાત ડો. મોના દેસાઈ. કોઈ સંક્રમિત વ્યક્તિ છીંક ખાય ત્યારે વાયરસ ત્યાં જ હવામાં રહી જાય છે. બાળકો માટે આઉટડોર કરતાં ઇન્ડોર એક્ટિવિટી જ સુરક્ષિત.
રાજ્યમાં કોરોનાનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થાય છે. કોરોનાની બીજી લહેરમાં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોના સંક્રમણથી બચવા બાળકોને હજી સુધી રસી આપવા અંગે નિર્ણય લેવાયો નથી. ત્યારે તેમને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે ઘરમાં લોક કરવા જરૂરી હોવાનું બાળરોગનાં નિષ્ણાત માની રહ્યાં છે. ઘરમાં બાળકોની સાચવણી કરવી જોઈએ અને ઘરની બહાર જનારાં પરિવારજનોથી દૂર રાખવાં જોઈએ, જેને કારણે તેમને સંક્રમણથી બચાવી શકાય.
બાળકોની સાચવણી માતા-પિતાની જવાબદારી
બાળરોગનાં નિષ્ણાત ડો. મોનાબેન દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે; ત્યારે બાળકોને કોરોના ન થાય એના માટે તેમને ઘરમાં જ રાખવાં એ એક માત્ર ઉપાય છે. બાળકોની સાચવણી તેમનાં માતા-પિતાની જવાબદારી છે, જેને કારણે તેમણે આ સમજી બાળકને ક્યાંય બહાર લઈને નીકળવું જોઈએ નહીં.
Parental responsibility to protect children
Pediatrician Dr. Monaben Desai in a conversation with Divya Bhaskar said that the situation in Corona is very serious at present; The only way to keep babies at bay is to keep them at home. The protection of children is the responsibility of their parents, which is why they should not take the child out of nowhere.

The people of the house need special care
Some parents send their children to play downstairs in a society or flat, which is very dangerous, because there is an airborne virus right now, that is, the virus has spread in the air, so if someone sneezes, they will know if the virus is there. Don’t come People in the house also need to be especially careful, as there are no lockdowns right now, which is why people are coming and going, which can also lead to infection. It is necessary to wash hands, take a bath and separate clothes immediately after coming from outside.
ઘરના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર
કેટલાંક બાળકોને માતા-પિતા સોસાયટીમાં કે ફ્લેટમાં નીચે રમવા માટે મોકલી આપે છે, જે ખૂબ જ જોખમકારક છે, કારણ કે અત્યારે એરબોન વાયરસ છે, એટલે કે હવામાં વાયરસ ફેલાઇ ગયો છે, જેથી ક્યાં કોઈ છીંક ખાય તો તેનો એ વાયરસ ત્યાં હોય તો એનો ખ્યાલ ન આવે. ઘરના લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે લોકડાઉન નથી, જેને કારણે લોકો બહાર આવતા-જતા હોય છે, જેનાથી પણ સંક્રમિત થઈ શકે છે. બહારથી આવીને તરત હાથ ધોવા, નાહી લેવું તેમજ કપડાં અલગ તારવી દેવાં જરૂરી છે.
બાળકોને લઈ અન્યના ઘરે જવાનું ટાળો
બાળકોને ઘરમાં જ રાખવાં અત્યારે એકમાત્ર વિકલ્પ છે. જે બાળક માસ્ક પહેરે છે તેને પહેરાવી રાખવું જોઈએ, જેથી સંક્રમણથી બચી શકે અને ખાસ કરીને ફ્લેટ કે સોસાયટીમાં રમવા ન મોકલવાં જોઈએ. ઘરમાં ઇન્ડોર એક્ટિવિટી કરાવવી જોઈએ, જેને કારણે બાળકો ઘરમાં બેસી રહે. માતા-પિતાએ પણ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. શોપિંગ કરવા કે કોઈના ઘરે બાળકને લઈને જવા અત્યારે હિતાવહ નથી, જેથી બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Latest Samachar / Jobs