Share Your Friends

હાથ અને પગનાં ટેરવાં ફિક્કાં પડે કે આંખ આવે; ચામડી ઉપર ખરજ કે પછી ખંજવાળ આવતી હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવો

પગ અને હાથનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, આંખ આવવી સહિતનાં સાત લક્ષણો જણાય તો લોકોએ તાત્કાલિક ટેસ્ટ કરાવવો જોઇએ એવી પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા અપીલ કરવામાં આવી છે. પાલિકા કમિશનરે કોરોનાનાં લક્ષણો અંગે માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનમાં કોરોનાનાં લક્ષણોમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે.

કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવો જોઈએ
હાથની આંગળીઓ અને પગનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, આંખ આવવી જેવાં લક્ષણો દેખાવા લાગ્યાં છે. આ સાથે ચામડી ઉપર ખરજ કે પછી ખંજવાળ આવવી, ગળા અને માથામાં દુખાવો થવો, ઝાડા થવા પણ કોરોનાનાં લક્ષણો છે, જેથી આ પ્રકારનાં લક્ષણો જણાય તો તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે.’ આ સાથે તાવ આવવો, ખાંસી થવી, ગળામાં ખારાશનો અનુભવ, નાક વહેવું, શરીર દુખવું, સાંધામાં દુખાવો થવો, સ્મેલ અને સ્વાદ ગાયબ થઈ જવા જેવાં લક્ષણો જણાય તોપણ કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

નવા સ્ટ્રેનમાં કોરોનાનાં લક્ષણો પણ બદલાયાં, આ લક્ષણો દેખાય તો તરત જ ટેસ્ટ કરાવવો ફાયદાકારક

ઝાડા થવા તેમજ આંખ આવવી

શરીરમાં કળતર અને દુખાવો થવો

ગળા અને માથામાં દુખાવો થવો

​​​​​​​હાથની આંગળી અને પગનાં ટેરવાં ફિક્કા પડી જવાં

​​​​​​​​​​​​​​ચામડી ઉપર ખરજ અને ખંજવાળ

Municipal Commissioner Banchhanidhi Pani has appealed to the people to get tested immediately if they notice seven symptoms including paleness of the legs and arms and eye contact. The municipal commissioner gave information about the symptoms of corona, in which he said that the new strain is also showing changes in the symptoms of corona.

Tests should be done immediately if any symptoms appear
Symptoms include numbness of the fingers and toes and blurred vision. Symptoms of corona include itching or itching of the skin, sore throat and head, and diarrhea. Covid test should be done even if symptoms like flow, body aches, joint pain, smell and taste disappear.

બોર્ડે ધોરણ 9થી 12 સુધીની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો, હવે પરીક્ષામાં કોમ્પિટિશન બેસ્ડ પ્રશ્નો પૂછવામાં આવશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સેશન 2021-22 ધોરણ 9થી 12 સુધીની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો છે. ધોરણ 9થી 12મા ધોરણની પરીક્ષામાં કોમ્પિટિશન બેસ્ડ સવાલ પણ પૂછવામાં આવશે. CBSEના જણાવ્યા પ્રમાણે, કોમ્પિટિશન બેસ્ડ એજ્યુકેશનની તરફ વધતા સેશન 2021-22થી પ્રશ્ન પત્રમાં પ્રશ્નોની સંખ્યા અને મૂલ્યાંકન પ્રક્રિયામાં ફેરફાર.

​​​​​​​ટૂંકા અને લાંબા પ્રશ્નોની સંખ્યામાં ઘટાડો
ધોરણ 9 અને ધોરણ 10ના પ્રશ્ન પેપરમાં આ પ્રશ્નોની સંખ્યા 30 ટકા હશે. તેમાં મલ્ટીપલ ચોઈસ, કેસ આધારિસ, સોર્સ બેસ્ડ, એકીકૃત અને અન્ય પ્રકારના સવાલ સામેલ હશે. જ્યારે ધોરણ 11 અને ધોરણ 12માં પ્રશ્નોની સંખ્યા 20 ટકા હશે. 9થી 12 સુધીના પ્રશ્ન પત્રમાં ટૂંકા અને લાંબા પ્રશ્નોની સંખ્યાને ઘટાડવામાં આવી છે. 

ધોરણ 9 અને 10ની પરીક્ષા પેટર્ન
હવે ધોરણ 9 અને 10ના પ્રશ્ન પત્રમાં 30 ટકા મલ્ટીપલ ચોઈસ, કેસ સ્ટડી અને સોર્સ આધારિત પ્રશ્ન હશે. અગાઉ 20 ટકા સવાલ મલ્ટીપલ ચોઈસ અને પ્રેક્ટિકલના આધારે હતા. તેમજ 20 ટકા સવાલ કેસ સ્ટડી અને સોર્સ આધારિત હતા, જેમાંથી હવે 20 ટકા સવાલ ઓબ્જેક્ટિવ હશે. તે સિવાય 60 ટકા સવાલ ટૂંકા જવાબોના હતા, પરંતુ હવે 50 ટકા સવાલ ટૂંકા પ્રશ્નો હશે.​​​​​​​

ધોરણ 11-12ની પરીક્ષા પેટર્ન
ધોરણ 11-12માં 20 ટકા સવાલ મલ્ટીપલ ચોઈસ અને ઓબ્જેક્ટિવ હતા, જેમાં હવે 20 ટકા સવાલ મલ્ટીપલ ચોઈસ, કેસ સ્ટડી અને સોર્સ આધારિત હશે. જ્યારે 20 ટકા સવાલ ઓબ્જેક્ટિવ હશે. તે ઉપરાંત 70 ટકા સવાલ ટૂંકા પ્રશ્નોના હશે, જે હવે 60 ટકા પ્રશ્નો ટૂંકા જવાબના હશે.

Latest Samachar / Jobs

Education Wise Govt Jobs Vacancies 2021

EducationSalaryApply Link
10th Pass Govt JobsRs. 5,200 – 63,200Apply Now
12th Pass Govt JobsRs. 5,200 – 92,300Apply Now
Any Graduate JobsRs. 5,200 – 92,300Apply Now
Central Govt JobsRs. 5,200 – 92,300Apply Now
ITI JobsRs. 5,200 – 29,200Apply Now
Diploma JobsRs. 5,200 – 35,000Apply Now
B.Tech/BE JobsRs. 15,000 – 1,00,000Apply Now
Top Category Govt JobsClick Here More Details
Bank JobsBank Jobs 2020
Police JobsPolice Recruitment
Railway JobsRailway Recruitment
Navy JobsNavy Recruitment
Forest Department JobsForest Jobs
Engineering JobsGovt Jobs For Engineers
PSC JobsPSC Recruitment

Share Your Friends