કેન્દ્રએ દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી

- કેન્દ્રએ દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી
- સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઇન્જેક્શન ફાળવવામાં આવશે
- મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ગુજરાત છે, જેને સૌથી વધુ 1,63,500 રેમડેસિવિર મળશે
- ગુજરાત સહિત દેશભરમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતને કારણે સારવાર ધીમી પડી રહી છે, જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે ગઈકાલે કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતને 30 એપ્રિલ સુધી માટે 1,63,500 રેમડેસિવિર આપવામાં આવશે. જેમાંથી 1,20,000 ઈન્જેક્શન ઝાયડસ કેડિલા કંપનીનાં રહેશે.
ગુજરાતમાં આવશે રેમડેસિવિરનો એક મોટો જથ્થો
રાજ્યમાં આજે પણ અનેક શહેરોમાં રેમડેસિવિર ઈન્જેકશન મેળવવા દર્દીનાં પરિવારજનો દિવસ-રાત અલગ-અલગ હોસ્પિટલોના ધક્કા ખાઈ રહ્યા છે. બે દિવસ પહેલાંની હાઈકોર્ટની સુનાવણીમાં પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા રેમડેસિવિરનો મોટો જથ્થો ગુજરાતને મળવા જઈ રહ્યો છે. કેન્દ્ર આગામી 10 દિવસમાં 19 રાજ્યમાં રેમડેસિવિર મોકલશે, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઈન્જેક્શન ફાળવવામાં આવશે. મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ગુજરાત છે, જેને સૌથી વધુ 1,63,500 રેમડેસિવિર મળશે.

હાલ દર્દીઓને માત્ર ત્રણ ડોઝ જ મળે છે
ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઈન્જેક્શનના ત્રણ ડોઝ પછી આગળના ડોઝ મળી શક્યા ન હતા. રેમડેસિવિરની અછતને કારણે ડોક્ટરો પણ દર્દીઓને 6 ઈન્જેક્શનનો કોર્સ પૂર્ણ કરાવી શક્યા નથી. એટલા જ માટે છેલ્લા બે-ત્રણ દિવસમાં દેશમાં જે રાજ્યમાં કેસો સૌથી વધુ આવી રહ્યા છે ત્યાં રેમડેસિવિરની ફાળવણીના અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. નોંધનીય છે કે 21 એપ્રિલ સુધીમાં રાજ્યમાં સરકારે 3.12 લાખ જેટલાં રેમડેસિવિર દર્દીઓ સુધી પહોંચાડ્યાં છે.
A large quantity of remedivir will come to Gujarat
Even today in many cities in the state, the families of the patients are being rushed to different hospitals day and night to get remedivir injections. The matter was also taken up in the High Court hearing two days ago. Then now a large quantity of remedivisor is going to meet Gujarat through the central government. The Center will send Remedivir to 19 states in the next 10 days, with Maharashtra receiving the highest number of 2,69,200 injections. Gujarat is second only to Maharashtra, which will get the highest number of 1,63,500 remedies.
At present patients receive only three doses
Patients undergoing treatment at private hospitals in Ahmedabad, Surat and Rajkot in Gujarat could not get further doses after three doses of injection. Even doctors could not allow patients to complete the course of 6 injections due to the lack of remedies. That is why in the last two-three days, in the state where the highest number of cases are coming in the country, the central government will have the right to allocate remediation. It may be noted that as on April 21, the state government has delivered 3.12 lakh remedies patients.
Latest Samachar / Jobs