Share Your Friends

કોરોનામાં શા માટે ડી-ડાયમર ટેસ્ટ : CT સ્કેન સાથે ડી-ડાયમર ટેસ્ટનું પ્રમાણ વધતાં કિટની અછત

કોરોના ટેસ્ટ દૈલ્ય 3 થી 4

કોરોનાની બીજી લહેર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, જેમાં પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેને અટકાવવા માટે તંત્ર ચિંતાતુર બન્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓના કરવા પડતા માર્કર ટેસ્ટમાં પણ હવે અફરાતફરી જેવી સ્થિતિ આવી જાય તો નકારી શકાય એમ નથી. ગંભીર લક્ષણો જણાતાં ખાસ કરવામાં આવતા ડી-ડાયમર ટેસ્ટ માટેની કિટની પણ રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અછત વર્તાવા લાગી છે, જેનું મુખ્ય કારણ ડી-ડાયમર ટેસ્ટિંગનું વધેલું પ્રમાણ.

શું છે ડી-ડાયમર ટેસ્ટ અને શા માટે એ કરવામાં આવે છે

રાજકોટના જાણીતા MD પેથોલોજિસ્ટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.અતુલ પંડ્યાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રથમ લહેર કરતાં કોરોનાની બીજી લહેરમાં વાયરસનું પ્રમાણ વધ્યું છે અને પ્રમાણ વધતાં એક ઘરની અંદર એક કરતાં વધુ દર્દી સંક્રમિત થઇ રહ્યા છે, માટે ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે. શરીરની અંદર લોહીના ગઠ્ઠા વધુ પ્રમાણમાં જામી જાય અને ફેફસાં સુધી પહોંચે તો શ્વાસ ન લઇ શકાય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે.

એક દર્દીનો 3થી 4 વખત ડી -ડાયમર ટેસ્ટ થાય છેે.

વધુમાં જણાવે છે કે આ પ્રકાર સ્થિતિ ન સર્જાય એ માટે ખાસ દર્દીનો પોઝિટિવ રિપોર્ટ જાહેર થતાંની સાથે જ તેનો ડી-ડાયમર ટેસ્ટ કરવામાં આવે છે અને શરીરમાં કોઇપણ જગ્યાએ લોહીના ગઠ્ઠા થવાનું પ્રમાણ ચકાસવામાં આવે છે. જો પ્રમાણ વધુ જણાય તો લોહી પાતળું કરવા માટે હિપેરીનની દવા આપવામાં આવતી હોય છે. હાલની સ્થિતિ મુજબ, લગભગ એક દર્દીનો 3થી 4 વખત ડી-ડાયમર ટેસ્ટ થતો હોય છે.

રાજકોટમાં અંદાજિત 5000 જેટલા ડી-ડાયમર ટેસ્ટ થાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાવાયરસ આવ્યો ન હતો એ સમયે રાજકોટની અંદર દિવસમાં માત્ર 5થી 10 ડી-ડાયમર ટેસ્ટ થતા હતા અને એ પણ મોટા ભાગે મહિલાઓને પ્રેગ્નેન્સી બાદ કરવામાં આવતા હતા, પરંતુ આજે રાજકોટમાં અંદાજિત 5000 જેટલા ડી-ડાઇમર ટેસ્ટ રોજના કરવામાં આવી રહ્યા છે, માટે ટેસ્ટિંગનું પ્રમાણ વધવાના મુખ્ય કારણે ટેસ્ટિંગ કિટની અછત જેવી સ્થિતિ સર્જાતી હોય છે. ઉલ્લેખનીય છે કે ડી-ડાયમર ટેસ્ટિંગ માટેની કિટ ફ્રાન્સ અને જર્મન ખાતે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહી છે.

કુંભ મેળામાંથી પરત ઓખા-દેહરાદુન ટ્રેનમાં રાજકોટ આવેલા 80 મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાયો

કુંભ મેળામાંથી પરત રાજકોટ આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ રેલવે જંકશન પર આજે સવારે હરિદ્વારથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે રાજકોટ આવેલા 80 મુસાફરોના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે તમામને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

13 પોઝિટિવ મુસાફરોને આઇસોલેટ કરવામાં આવ્યા
દેહરાદુન ઓખા ટ્રેન આજે સવારે રાજકોટ આવી પહોંચી હતી. જેમાં હરિદ્વાર કુંભ મેળામાંથી રાજકોટ આવેલા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે આરોગ્ય વિભાગ દ્વારા જંકશન રેલવે સ્ટેશન ખાતે 80 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 13 દર્દીના રિપોર્ટ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. આ 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા તેમની ડિટેઇલ મેળવી તમામ મુસાફરોને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરી હતી.

RT-PCRના બદલે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા
કોરોનાની સ્થિતિ અને એના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં બેઠક મળી હતી. ત્યારે જામનગર ખાતે જાહેરાત કરવામાં આવી હતી કે કુંભમાં ગયેલા એક પણ વ્યક્તિને સીધી રીતે પ્રવેશ આપવામાં આવશે નહીં તમામ મુસાફરોના ટેસ્ટ કરી આઇસોલેટ કરવામાં આવશે. જોકે RT-PCRના બદલે આજે રાજકોટ રેલવે સ્ટેશન પર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

વધારે જાણકારી માટે અને આવીજ સમાચાર માટે આ લિંક પર ક્લિક કરો.

Latest Jobs / Samachar

Education Wise Govt Jobs Vacancies 2021

EducationSalaryApply Link
10th Pass Govt JobsRs. 5,200 – 63,200Apply Now
12th Pass Govt JobsRs. 5,200 – 92,300Apply Now
Any Graduate JobsRs. 5,200 – 92,300Apply Now
Central Govt JobsRs. 5,200 – 92,300Apply Now
ITI JobsRs. 5,200 – 29,200Apply Now
Diploma JobsRs. 5,200 – 35,000Apply Now
B.Tech/BE JobsRs. 15,000 – 1,00,000Apply Now
Top Category Govt JobsClick Here More Details
Bank JobsBank Jobs 2020
Police JobsPolice Recruitment
Railway JobsRailway Recruitment
Navy JobsNavy Recruitment
Forest Department JobsForest Jobs
Engineering JobsGovt Jobs For Engineers
PSC JobsPSC Recruitment

Share Your Friends