સૌથી વધુ મધ્યમ-ઉચ્ચ વર્ગના 70 ટકા લોકો કોરોનાગ્રસ્ત, સ્લમ વિસ્તારના લોકોની ઈમ્યૂનિટી પાવરફૂલ

કોરોના વાયરસની જુદા જુદા લોકો પર અસર પણ અલગ થાય છે, જેમાં અસરકર્તા પરિબળો જેમ કે, ઉંમર, જાતિ (સ્ત્રી/પુરુષ), અને ખાસ અસરકર્તા પરિબળ એટલે કે, લોકોની જીવનશૈલી અને ખોરાક જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે જ રીતે કોઈ દર્દીને પહેલેથી કોઈ બીમારી હોય તો વધુ ઘાતક નીવડે છે, સાથે કોરોનાને વધુ કે ઓછો કરવા પાછળ જીવનશૈલી અને આહાર મહત્વ ધરાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શમાં પીએચડી સ્ટુડન્ટ નિમિષા પડારીયાએ કોરોનાગ્રસ્ત થયેલા 720 લોકો પર સર્વે કર્યો છે. આ સર્વે મુજબ મધ્યમ-ઉચ્ચ વર્ગના સૌથી વધુ 70 ટકા, નિમ્ન-મધ્યમ વર્ગના 25. 75 ટકા અને સૌથી ઓછા નિમ્ન વર્ગના 4.25 ટકા લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આમ આ સર્વે પરથી કહી શકાય કે, કોરોના થવામાં જીવનશૈલી અને ખોરાક પણ અસર કરે છે.
રોજિંદા આહારમાં જો બધી પૌષ્ટિક વસ્તુઓ લેવામાં આવે તો કોરોનાથી બચી શકાય
જેમ જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે તેમ શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને જરૂરી અને પૌષ્ટિક આહાર આપવો પણ એટલો જ જરૂરી છે. 21મી સદીમાં ખોરાકના પર્યાય તરીકે જંકફૂડ આખી દુનિયામાં છવાય ગયું છે. ત્યારે દરેક પ્રકારનો ખોરાક પેકેજિંગમાં જોવા મળે છે .જે ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક અને લાંબા ગાળે રોગને નોતરે છે. જો દરેક માણસ જાગૃતતાથી બધી વસ્તુમાં પોષણ શોધવા લાગે તો નાની મોટી તકલીફોથી બચી શકે છે. અને રોજિંદા આહારમાં જો બધી પૌષ્ટિક વસ્તુઓ લેવામાં ધ્યાન રાખે તો ઘણી બીમારી અને આ કોરોનાથી પણ બચી શકે છે.

નિમિષા પાડરીયા દ્વારા સર્વેમાં પૂછવામાં આવેલા સવાલો
પ્રશ્ન- 1. શું તમેં કોરોના અંગેના સમાચાર સતત જોવો છો?
હા- 55 ટકા
ના- 40 ટકા
ક્યારેક- 5 ટકા
પ્રશ્ન- 2. કોરોના અંગે પહેલા કરતા વધુ ભય કે ડર લાગે છે?
હા- 96 ટકા
ના- 4 ટકા
પ્રશ્ન- 3. કોરોના અંગેના ભયજનક સમાચાર વાંચી કે જોઈને વધુ ડર લાગે છે?
હા- 60 ટકા
ના- 30 ટકા
સમાચાર વાંચતો/વાંચતી નથી- 10 ટકા
પ્રશ્ન- 4. કોઈ સગા સંબંધીને કોરોના થયાની જાણ થતાં તમને કોરોના થશે એવો વિચાર આવે છે?
જવાબ- આખો દિવસ વાડી કામમાં વ્યસ્ત હોય સાંજે આવીને થાક્યા-પાક્યા સુઇ જઈએ એમાં એવું વિચારવાનો ટાઈમ ક્યાં હોય. અને કેટલીક બાબતો અમને અસર પણ નથી કરતી. થાય તો પણ હવે કુદરત પર બધું છોડી દીધું છે.

પ્રશ્ન- 5. કોઈ વ્યક્તિને શરદી કે ઉધરસ આવે તો એનો ચેપ તમને લાગશે એવું લાગે છે?
હા- 70 ટકા
ના- 25 ટકા
ક્યારેક- 5 ટકા
પ્રશ્ન- 6. ઘરમાં કોઈ વ્યક્તિને કોરોના થયો હોય તો તેમને માનસિક રીતે મજબૂત બનાવવાના પ્રયત્નો કરો છો?
હા- 47 ટકા
ના- 53 ટકા
પ્રશ્ન- 7. નજીકના સગા સંબંધીને કોરોના થયાના સમાચાર સાંભળ્યા બાદ તમારું ઓક્સિજન લેવલ ઘટ્યું હોય એવું બન્યું છે?
હા- 40 ટકા
ના- 50 ટકા
ક્યારેક- 10 ટકા
પ્રશ્ન-8. અત્યાર સુધી તમને કોરોના થયો નથી તેની પાછળ તમે કોને જવાબદાર ગણો છો?
પૌષ્ટિક આહારના લેતાં હોવાના કારણે- 5 ટકા
પુરતો શારીરિક શ્રમ કરતાં હોવાના કારણે- 9 ટકા
માનસિક રીતે મજબૂત હોવાના કારણે- 10 ટકા
ઉપર આપેલા બધા જ- 76 ટકા
પ્રશ્ન-9. કોરોના અંગેના તમારા મંતવ્ય જણાવો.
ઘણી બાબતો અમને અસર પણ ન કરે. આપણી પેહલી ગુજરાતી કહેવત મુજબ ‘જાણે એને તાણે’ કોરોના વિશે કેટલાક સમાચાર કે ન્યૂઝ જોઈ પણ નહીં અને વાંચી પણ નહીં. જાણી તો એમ થાય કે અમને થશે તો શું કરશું, કેમ જીવશું, ઓક્સિજન મળશે કે કેમ? તો આવી ચિંતા થાય ને. બસ કુદરત પર કેટલુક છોડી દીધું. માનસિક રીતે મજબૂત રહીએ અને જેટલું જીવાય એટલું મોજથી અને શાંતિથી જીવીએ.
ખોરાકની અસર
ઘઉં, ચોખા, બાજરી, જુવાર, શાકભાજી અને ફળ વગેરેમાંથી પુરતી માત્રામાં શરીરના પોષણ માટે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ્સ, ફાઇબર બધું પૂરતી માત્રામાં મળી રહે છે. તેમજ પાચનશક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પરંતુ આ ફાસ્ટફૂડના જમાનામાં લોકો હેલ્થી ફૂડ લેવાનું ઓછું કર્યુ અને તેનું પરિણામ આપણે સૌ અલગ અલગ બીમારીના રૂપમાં જોઈ રહ્યાં છીએ. જંકફૂડ ખાવાને કારણે સ્થૂળતાનો શિકાર થઈ શકો છો. ફક્ત એટલું જ નહીં પરંતુ ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જંકફૂડ ખાવાને કારણે ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ, ડિપ્રેશન, એકાગ્રતામાં સમસ્યા, કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે. જંકફૂડના કારણે કેન્સર જેવી અસાધ્ય બીમારી થવાની સંભાવના વધી જતી હોય છે. નિયમિત રીતે હાઈ કેલેરીઝ અને સ્યુગર અને ફેટવાળો ખોરાક ખાવો હીતાવહ નથી.
આર.ઓ. પ્લાન્ટમાં કુદરતી મિનરલ નાશ પામે છે.
સ્લમ વિસ્તારના લોકો જે રફ એન્ડ ટફ જિંદગી જીવે જેથી તેની રોગ પ્રતિકારકશક્તિ ખૂબ સારી હોય છે. જેનું પરિણામ આપણને આ મહામારીમાં અને સર્વેમાં જોવા મળી રહ્યું છે. તે લોકો સૌથી ઓછા કોરોનાનો ભોગ બન્યા જેનું કારણ તેની જીવનશૈલી અને ખોરાક મહત્વના છે. જ્યારે મધ્યમ ઉચ્ચ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો કોરોનાનો ભોગ વધુ બન્યા તે પાછળ તેની ફૂડ હેબીટ જવાબદાર છે. સાથે જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. જેમાં સૌથી વધુ આર.ઓ. પ્લાન્ટ વાળા પાણી કે જે પાણીમાં ક્ષારની સાથે ઘણા કુદરતી મિનરલ નાશ પામે છે, જંકફૂડ, ઓછો શારીરિક શ્રમ, જવાબદાર છે. મિનરલ વોટરમાં કેટલીય જોખમી ધાતુઓ ભળેલી હોય છે જેવી કે આયર્ન , ઝિંક, ક્રોમિયમ, મેંગેનીઝ અને કોપર જેવી ધાતુઓ. તે શરીર માટે જરૂરી છે, પણ બહુ થોડા પ્રમાણમાં. લીડ મરક્યુરી, આર્સેનિક, એલ્યુમિનિયમ અને બેરિયમ તો બિલકુલ ન ચાલે.

વધુ પડતા એલ્યુમિનિયમથી પાગલપન આવી શકે છે
લીડની ઝેરી અસરથી કિડની બગડી શકે છે. ઓર્સેનિકથી કેન્સર થઈ શકે છે. મરક્યુરીથી ન્યૂરોલોજિકલ બીમારીઓ અને ગર્ભના વિકાસ પર અસર થઈ શકે છે. વધુ પડતા એલ્યુમિનિયમથી પાગલપન પણ આવી શકે છે. તેમજ સતત મિનરલ પાણી પીવાથી બ્લડ પ્રેશર, અસ્થમા, ડાયાબિટિસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગ થઇ શકે છે. જ્યારે આરઓનું પાણી પીવાથી હાડકાં અને આંતરડાના રોગ લાગું પડી શકે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે ફિલ્ટર કરેલું પાણી કદી બાળકોને પીવા માટે આપવું નહીં , કારણ કે તેમાં રહેલા સીસાનું પ્રમાણ બાળકોના મગજને નુકસાન પહોંચાડે છે. મધ્યમ-ઉચ્ચ વર્ગના લોકો જેમ જેમ ઔદ્યોગિકરણ થતું ગયું તેમ કુદરતનું સાનિધ્ય ગુમાવ્યુ. મશીનો અને ઉપકરણોથી ઘેરાયને, શ્રમ કરવાનું બંધ કરી દીધું. કુદરતી ખોરાકનો ત્યાગ કરી બિનકુદરતી આહાર વધુને વધુ લેવા માંડયો.
શહેરી જીવનની ભાગદોડ અને ધમાલ વધવા લાગ્યાં
પૈસા વધતાં ખોરાકમાં વધુ મોંઘા એવા તૈલી આહારનું પ્રમાણ પણ વધવા માંડ્યું ખોરાક અસંતુલિત થઇ ગયો. શહેરી જીવનની ભાગદોડ અને ધમાલ વધવા લાગ્યાં. માનસિક શાંતિ ઘટવા લાગી. માનસિક શાંતિ મેળવવા વધુને વધુ ભોગ તથા વ્યસનો તરફ માણસ ખેંચાયને ધંધાની હરિફાઇમાં ટકી રહેવા અનેક ખોટા રસ્તાઓ અપનાવ્યા. પરિણામે ઝગડા, ઇર્ષ્યા, સ્વાર્થ અને તિરસ્કાર વધતા ગયા. આ બધાનું પરિણામ એ આવ્યું કે, જાત જાતના રોગો પણ વધ્યા. જીવન શૈલી બિનઆરોગ્યપ્રદ થવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને મનોશારીરિક બીમારીઓનું પ્રમાણ વધ્યું. નિમ્ન વર્ગના લોકો પોતાની રફ એન્ડ ટફ જીવનશૈલી જીવે છે માટે કેટલીક બાબતો તેમને અસર કરતી નથી અથવા તેઓ મનમાં લેતા નથી એવું કહી શકાય.
Latest Jobs / Samachar
- वीडियो देखने के लिए यह क्लिक करें
- Hollywood actresses as my training data only goes up
- 7 Most Crypto-Accommodating Nations for Crypto Financial Investor
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
Education Wise Govt Jobs Vacancies 2021
Education | Salary | Apply Link |
---|---|---|
10th Pass Govt Jobs | Rs. 5,200 – 63,200 | Apply Now |
12th Pass Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Any Graduate Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Central Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
ITI Jobs | Rs. 5,200 – 29,200 | Apply Now |
Diploma Jobs | Rs. 5,200 – 35,000 | Apply Now |
B.Tech/BE Jobs | Rs. 15,000 – 1,00,000 | Apply Now |
Top Category Govt Jobs | Click Here More Details |
---|---|
Bank Jobs | Bank Jobs 2020 |
Police Jobs | Police Recruitment |
Railway Jobs | Railway Recruitment |
Navy Jobs | Navy Recruitment |
Forest Department Jobs | Forest Jobs |
Engineering Jobs | Govt Jobs For Engineers |
PSC Jobs | PSC Recruitment |