Share Your Friends

રેમડેસિવિર જેવી અનેક દવાઓ છે જે શરૂઆતમાં આપવાથી કોરોનામાં સાજા થઈ શકાય છે.

Remedies Corona anti liquid

કોરોના વાયરસની બીજી લહેર વધારે ઘાતક બની રહી છે. વાયરસને અટકાવવા માટે કોઈ જ દવા નહીં હોવાથી ડોક્ટર પણ ઘણીબધી દવાઓ અને થેરાપીનો પ્રયોગ કરી રહ્યા છે. પણ લોકોને લાગી રહ્યું છે કે રેમડેસિવિર કોઈ જાદુઇ દવા છે, જેનાથી કોરોનામાંથી સાજા થઈ શકાશે. પણ એવું નથી. આ ઉપરાંત પણ અનેક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે,જે ઈન્ફેક્શનના લક્ષણો પ્રમાણે સારવાર કરવા અથવા વાયરસને અટકાવવામાં કામ આવી રહી છે. Sarkariactivity લેટેસ્ટ સમાચાર and Jobs related news update.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે રેમડેસિવિર કોઈ જાદુઈ દવા નથી. આ અંગે અમે ચંડીગઢની પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER)ના પલ્મોનરી મેડિસિનના સિનિયર પ્રોફેસર અને વર્ષ 2020 માં પદ્મશ્રીથી સન્માનિત ડો.દિવંબરા બેહરા, મુંબઈના ખાર સ્થિત પીડી હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરના ઈન્ટરનેશનલ કન્સલ્ટન્ટ ડો. રાજેશ જરિયા અને મુંબઈના જ જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મુંબઈ ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડો. પિનાંક પંડ્યા સાથે વાતચીત કરી.

સૌથી પહેલા, શું રેમડેસિવિર જીવનરક્ષક છે?

નહીં. તે એક એન્ટી-વાયરસ દવા છે. ચાર વર્ષ અગાઉ ઈબોલા મહામારીમાં આ દવાનો ઉપયોગ થયો હતો. હવે કોવિડ-19માં પણ થઈ રહ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં અમેરિકાની ડ્રગ નિયમનકર્તા US-FDAએ તેનો કોવિડ-19ની સારવારમાં ઈમર્જન્સી યુઝ કરવા મંજૂરી આપી હતી. ત્યારથી તેનો વપરાશ કોરોના વાયરસ ઈન્ફેક્શનને અટકાવવા માટે થઈ રહ્યો છે.

વર્ષ 2020 માં પદ્મશ્રીથી સન્માનિત ડો.બેહરા કહે છે કે WHO એ આ દવાના ટ્રાયલ્સ કર્યાં, પણ તેમાં તેનાથી ફાયદાની કોઈ પૃષ્ટી થઈ નથી. જ્યારે ડો.જરિયાનું કહેવું છે કે રેમડેસિવિર વાયરસના જીનોમિક રેપ્લિકેશન એટલે કે તેના વધવાથી કંઈક હસ્તક અટકાવી શકાય છે. પણ તેના લાભ લક્ષણોની શરૂઆતમાં છે. વાયરલ લોડ ઓછો હોય છે તો શરીરને વાયરસ સામે એન્ટીબોડી બનાવવામાં સમય મળી જાય છે. અલબત જરૂરી નથી કે તમામ લોકોને તેનો લાભ મળી જાય.

વધારે માહિતી માટે અમારા Whatapp ગ્રૂપ સાથે જોડાવો.

શું રેમડેસિવિર નુકસાન પહોંચાડી રહી છે?

હા, કંઈક હદ સુધી. આ ડ્રગ દરેકને આપી શકાય નહીં. જેમની સારવાર ઘરે ચાલી રહી હોય તેમને તો બિલકુલ નહીં. જેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે, તેમને જ તે આપવાની ભલામણ સરકાર અને ડોક્ટર કરી રહ્યા છે. તે પણ લક્ષણોની જાણ થયાના પાંચ-સાત દિવસમાં. તે પાંચ દિવસના ડોઝ છે, જે ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરે છે.

ડો.બેહરા કહે છે કે મધ્યમથી ગંભીર લક્ષણોવાળા દર્દીઓને જ રેમડેસિવિર આપવામાં આવી રહ્યા છે. પણ તેમા કિડની અથવા લીવરને લગતી કોઈ બીમારી હોવી જોઈએ નહીં. જ્યારે, ડો.પંડ્યાનું કહેવું છે કે રેમડેસિવિર આપતા પહેલા અનેક તપાસ કરવામાં આવે છે. કિડની, લીવર જો યોગ્ય રીતે કામ કરે છે તો રેમડેસિવિરની ભલામણ કરાય છે.

રેમડેસિવિર ઉપરાંત અન્ય કઈ દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે?

ડો.બેહરા કહે છે કે કોવિડ-19ની સારવાર સપોર્ટીવ છે. તેની કોઈ ચોક્કસ થેરાપી અથવા દવા ઉપલબ્ધ નથી કે જેનો ઉપયોગ કરી શકાય. કોવિડ-19 ન્યુમોનિયાનો કોઈ ઈલાજ છે તો તે ઓક્સિજન છે. સેચ્યુરેશન લેવલ 90થી ઓછું છે તો સપ્લીમેન્ટ ઓક્સિજન આપવામાં આવે છે. ક્રોનિક લંગ ડિસિસમાં સેચ્યુરેશન 80થી ઓછું થાય છે. ઓછા કેસોમાં વેન્ટીલેટર સપોર્ટ અને ઘણા ઓછા પ્રમાણમાં લંગ ટ્રાન્સપ્લાન્ટેશન થઈ રહ્યા છે.

ટોસીલુઝુમાબ, પ્લાઝ્મા થેરાપી અને સ્ટેરોઈડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ટોસીલુઝામાબ પણ એક એન્ટી-IL6 ડ્રગ છે. વાયરલ ઈન્ફેક્શન અટકાવવામાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તેના લાભ શરૂઆતમાં એટલે કે 48-72 કલાકમાં આપવાથી થાય છે. ત્યારાદ તેનો કોઈ લાભ થતો નથી. તેના પણ કોઈ પુરાવા મળ્યા નથી કે આ દવા સંપૂર્ણપણે ઈન્ફેક્શન અટકાવશે. ડોક્ટર જ જણાવી શકે છે કે તે કેવા લક્ષણ માટે કઈ દવા આપવી યોગ્ય છે.

સ્ટેરોઈડ્સની વાત થઈ રહી છે, શું તે કોરોના પર અસરકારક છે?

હા. કંઈક હદ સુધી. પણ તે દરેક વ્યક્તિના શરીર, તેમની ક્ષમતા અને ડોક્ટરોની ભલામણ પર આધાર રાખે છે. હિન્દુજા હોસ્પિટલના ડો.જરિયાના મતે આપણુ શરીર એક રસાયણ ફેક્ટરી છે. જ્યારે કોઈ ઈન્ફેક્શન થાય છે તો શરીરમાં અનિયંત્રિત રીતે કેમિકલ બનવા લાગે છે. મેડિકલ દ્રષ્ટિએ તેને ઈનફ્લેમેશન પણ કહે છે. જેને નિયંત્રિત કરવા માટે સ્ટેરોઈડ્સનો ઉપયોગ થાય છે. પણ તે ઈનફ્લેમેશન જ વારયસને નષ્ટ કરવામાં મદદ કરે છે, તે ધ્યાન આપવાની જરૂર છે.

જ્યારે ડોક્ટર નક્કી કરે છે કે ઈનફ્લેમેશન ફેફસાને નુકસાન પહોંચાડી રહ્યા છે,ત્યારે જ તે સ્ટેરોઈડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે નિર્ણય ડોક્ટરો પર છોડવો, જાતે નિર્ણય ન લેવો. જો યોગ્ય સમયે ડેક્સામેથાઝોન આપવામાં આવે છે તો દર્દીને ઓક્સિજન લેવામાં મદદ મળે છે. દર્દીને વાયરસ સામે લડવા વધારાનો સમય મળી જાય છે.

મોટાભાગના દર્દીઓને સ્ટેરોઈડની જરૂર પડતી નથી અને તેમની સારવાર આ દવાઓ વગર પણ થઈ શકે છે. જો સ્ટેરોઈડ્સને ખોટા સમય પર આપવામાં આવે તો (અથવા જ્યારે ઓક્સિજનનું સ્તર 91-92 હોય) ત્યારે રિકવરીમાં વિલંબ થઈ શકે છે. જ્યારે ઓક્સિજનનું લેવલ 88-89 વચ્ચે ઉપર-નીચે થાય છે ત્યારે સ્ટેરોઈડ્સની સલાહ આપવામાં આવે છે.

જ્યારે ડો.બેહરાના મતે સ્ટેરોઈડ ડેક્સામેથાઝોન 10 દિવસ સુધી દરરોજ 6 મિગ્રી આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રેડનીસોન અને મિતાઈલ પ્રેડનીસોન પણ આપવામાં આવી રહ્યી છે. પણ તે એવા દર્દીને જ આપી શકાય છે કે જે હોસ્પિટલમાં દાખલ છે. આ દવા આપતા પહેલા તપાસ કરવાની જરૂર રહે છે. સ્ટેરોઈડથી સુગરનું લેવલ વધી શકે છે. હાઈપર ટેન્શન અથવા ડાયાબિટીસના દર્દીઓમાં ઘણીબધી બાબત જોવા મળી તેમને આવી વધુ સમસ્યા સામે આવી શકે છે,જેથી ડોક્ટરોએ સાવધાન રહેવું જોઈએ.

શું બ્લડ થિનરનો ઉપયોગ પણ સારવારમાં થઈ રહ્યો છે?

હા, પણ તે સંપૂર્ણપણે સુરક્ષિત લક્ષણો પર નિર્ભર રહે છે. ડો.જરિયા કહે છે કે અનેક દર્દી બ્લડ ક્લોટ્સની ફરિયાદ કરે છે. લોહી એકમાત્ર એવું તરલ પદાર્થ છે જે શરીરમાંથી બહાર આવતા જ જામી જાય છે.ઈન્ફેક્શન થતા જ શરીરની આંતરિક વ્યવસ્થા બગડી જાય છે. પણ દરેક દર્દીમાં બ્લડ ક્લોટ થતો નથી.

જે દર્દીમાં ક્લોટ્સ થાય છે તેમની સ્થિતિ જોઈને ડોક્ટર નક્કી કરે છે કે એન્ટીકોગુલેટ્સ આપવાનું છે કે નહીં. આ એન્ટીકોગુલેન્ટ્સ જ ક્લોટ્સની જગ્યાથી પેદા થતા જટિલતાઓને દૂર કરે છે અને શરીરમાં ઓક્સિજનફ્લોને જાળવી રાખવામાં મદદ કરે છે.

જ્યારે ડો.પંડ્યા કહે છે કે ઈન્ફેક્ટેડ દર્દીઓના બ્લડ ટેસ્ટમાં માર્કર બતાવે છે કે ક્લોટિંગ થઈ રહ્યું છે કે નહીં. તે ક્લોટિંગ ફેફસામાં અથવા નસોમાં ગમે ત્યાં હોઈ શકે છે. એવા દર્દીને બ્લડ થિનર આપવામાં આવે છે, તમામને નહીં. કેટલા સમય સુધી આપવાનું છે, તે અનેક બાબતો પર આધાર રાખે છે.

Share Your Friends