Share Your Friends

‘નેઝલ વેક્સિન’ બનશે ગેમ ચેન્જર :ભારત બાયોટેકે કહ્યું- આનો એક ડોઝ પણ સંક્રમણ રોકવામાં સક્ષમ હશે

કોવિડ-19નાં મોટાભાગનાં કેસમાં જોવા મળ્યું હતું કે કોરોનાવાયરસ મ્યૂકોસાનાં માધ્યમથી શરીરમાં પ્રવેશ કરે છે અને મ્યૂકોસલ મેમબ્રેનમાં રહેલી કોશિકાઓ અને અણુઓને ચેપ લગાડે છે. જો નાકનાં માધ્યમથી વેક્સિન આપવામાં આવે તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. જેના કારણેજ આખું વિશ્વ નેઝલ એટલે કે નાકનાં માધ્યમથી આપવામાં આવતી વેક્સિનનો વિકલ્પ શોધવામાં મહેનત કરી રહ્યું છે.

નીતિ આયોગનાં સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ.વી.કે.પૉલનાં આધારે, નેઝલ વેક્સિન જો સફળ થઈ જશે, તો આ મહામારીમાં એક ‘ગેમ ચેન્જર’ સાબિત થશે. જેનું મુખ્ય કારણ એ છે કે આ વેક્સિનને કોઈપણ વ્યક્તિ પોતાની જાતે પણ લઈ શકે છે.

ભારત બાયોટેકનાં એમ.ડી કૃષ્ણા એલ્લાએ કહ્યું કે ઈન્જેક્ટેબલ વેક્સિન માત્ર નીચેના ફેફસાં સુધી જ રક્ષણ પૂરુ પાડી શકે છે, ઉપરનાં નાક અને ફેફસાંનું રક્ષણ નથી કરી શકતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો તમે નેઝલ વેક્સિનનો એક ડોઝ પણ લેશો તો સંક્રમણને રોકી શકો છો. જેના દ્વારા ટ્રાન્સમિશન ચેઈન પણ તૂટશે. આ પણ એક પોલિયોની જેવી જ રસી હશે, જેમાં બંને નાકમાં 2-2 ડ્રોપ એમ કુલ 4 ડ્રોપ લેવાના રહેશે.

According to Dr. VK Paul, a member of the Policy Commission (Health), if the nasal vaccine is successful, it will prove to be a ‘game changer’ in the epidemic. The main reason is that anyone can get this vaccine on their own.

Krishna Ella, MD, Bharat Biotech, said that the injectable vaccine can only protect the lower lungs, not the upper nose and lungs. They further said that even if you take a single dose of nasal vaccine you can prevent the infection. Which will also break the transmission chain. This will also be a polio-like vaccine, with 2-2 drops in both nostrils and a total of 4 drops.

નેઝલ વેક્સિનનાં ફાયદા

ઈન્જેક્શનથી વેક્સિન લેવાની જરૂરત નહીં પડે

આરોગ્યકર્મીઓને તાલિમ આપવાની પણ જરૂર નહીં પડે

શ્વાસોચ્છ્વાસથી સંક્રમણ ફેલાવવાનો ભય નહીં રહે

વેક્સિન વેસ્ટેજની સંભાવનાઓ ઘટશે

સંગ્રહ કરવાનાં પ્રશ્નનો પણ ઉકેલ આવશે

કેવી રીતે નેઝલ વેક્સિન અન્ય વેક્સિન કરતા અલગ હશે?
વેક્સિન લગાવવાની પણ અલગ-અલગ રીત હોય છે. કેટલીક ઈન્જેક્શન મારફતે લેવાય છે, તો કેટલીક ઓરલ જેમકે પોલિયો અને રોટાવાયરસની વેક્સિન. વળીં કેટલીક વેક્સિન નાકનાં માધ્યમથી આપવામાં આવે છે. ઈન્જેક્ટેડ વેક્સિનને નિડલ દ્વારા શરીરની ચામડી પર ઈન્જેક્ટ કરીને લગાવાય છે. વળીં નેઝલ વેક્સિન હાથ અને મોંઢા મારફતે નહીં પરંતુ નાકનાં માધ્યમથી આપવામાં આવે છે. આનાં માધ્યમથી મ્યૂકોસલ મેમ્બ્રેનમાં રહેલા વાયરસને નિશાન બનાવાય છે. ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન અથવા ઇન્જેક્શન્સને મ્યૂકોસાથી એવી રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવામાં સફળતા નથી મળતી. જેના કારણે તે શરીરનાં અન્ય ભાગોની રોગપ્રતિકારક શક્તિ ઉપર નિર્ભર કરે છે.

અત્યારસુધી 175 લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવી છે
એપ્રિલમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ ઈન્ટ્રાનેઝલ વેક્સિન, BBV154ની પ્રથમ ચરણમાં ટેસ્ટિંગ કરવાની મંજૂરી મેળવી લીધી હતી. આ મંજૂરી ડ્રગ કંન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાની વિશેષજ્ઞ સમિતિએ આપી હતી. ક્લીનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રીનાં આધારે, 175 લોકોને આ વેક્સિન આપવામાં આવી છે. આમને 3 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલા અને બીજા ગ્રુપમાં 70 સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે અને ત્રીજા ગ્રુપમાં 35 સ્વયંસેવકો રખાયા છે. પ્રથમ ગ્રુપને સિંગલ ડોઝ વેક્સિન પહેલી મુલાકાતમાં જ આપવામાં આવશે અને પ્લેસીબો 28માં દિવસે અપાશે. વળીં, બીજા ગ્રુપને બે ડોઝ, એક પહેલા દિવસે અને બીજો 28માં દિવસે ઈન્ટ્રાનેઝલ વેક્સિનનાં આપવામાં આવશે. ત્યાંજ, ત્રીજા ગ્રુપને પહેલા દિવસે અને 28માં દિવસે કાં’ તો પ્લેસિબો અથવા તો ઈન્ટ્રાનેઝલ વેક્સિન આપવામાં આવશે.

દેશમાં અત્યારસુધી 17.51 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે
અત્યારસુધી દેશમાં વેક્સિનશનનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે. જેમાં 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને વેક્સિન આપવામાં આવે છે. અત્યારસુધી દેશમાં કુલ 17 કરોડ 51 લાખ 71 હજાર 482થી વધુ લોકોને કોરોનાવાયરસની વેક્સિન આપવામાં આવી છે. જેમાં કુલ 13 કરોડ 65 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ, જ્યારે 3 કરોડ 85 લાખથી વધુ લોકોને બીજો ડોઝ અપાયો છે. દેશમાં આ સમયે કોરોનાવાયરસની 2 વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન લોકોને લગાવાઈ રહી છે.

કોવેક્સિનનાં દોઢ કરોડ ડોઝ બનશે; સરકારી કંપની BIBCOLએ ભારત બાયોટેક સાથે કરાર કર્યો

કોરોના મહામારી વચ્ચે વેક્સિનની અછત ભોગવી રહેલા ભારત માટે સારા સામાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરની BIBCOLને કોરોના વેક્સિન તૈયાર કરવાની અનુમતિ આપી દીધી છે. BIBCOLએ આના માટે ભારત બાયોટેક સાથે કરાર કર્યો હતો. ઓક્ટોબરથી અહીંયા દર મહિને કોવેક્સિનનાં દોઢ કરોડ ડોઝ તૈયાર થવા લાગશે.

સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને સમગ્ર દેશની 3 કંપનીઓને કોવેક્સિનનાં ઉત્પાદનની જવાબદારી સોંપી છે. જેમાં બુલંદશહેરનું ચોલા ગામમાં આવેલું BIBCOL પણ સામેલ છે. આ ભારત સરકારની કંપની છે. BIBCOL અત્યારસુધી પોલિયોની વેક્સિન બનાવી રહી છે. હવે અહિંયા કોરોનાની કોવેક્સિન પણ બનશે. કેન્દ્રએ વેક્સિનનાં ઉત્પાદન માટે 30 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે.

પોલિયો વેક્સીનનાં કુલ ઉત્પાદનનો 60 ટકા ભાગ આ કંપનીનો છે
દેશમાં પોલિયો વેક્સિનનાં કુલ ઉત્પાદનનો 60 ટકા ભાગ BIBCOLનો છે. કંપની પ્રત્યેક વર્ષે લગભગ 150 કરોડ ડોઝ બનાવે છે. તેની ઉત્પાદન ક્ષમતાને જોઈને કંપનીને કોવેક્સિનનાં ડોઝ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIBCOL કંપની ઓક્ટોબરથી કોવેક્સિનનાં ડોઝ બનાવવાનું શરૂ કરશે. ICMR અને ભારત બાયોટેકે મળીને સ્વદેશી કોવિડ-19ની વેક્સિનનું નિર્માણ કર્યું છે.

હવે બાળકો પર પણ કોવેક્સિનનાં ટ્રાયલ કરાશે
ત્યાં બધુ સરખું રહ્યું તો ગણતરીનાં સમયમાં કેનેડા અને અમેરિકા પછી ભારતમાં પણ 2થી 18 વર્ષનાં બાળકોનાં એજ ગ્રુપ માટે સ્વેદેશી કોરોનાની વેક્સિન તૈયાર થઈ જશે. મીડિયાનાં અહેવાલોનાં આધારે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની સબજેક્ટ એક્સપર્ટ કમિટિ મંગવારે 2 થી 18 વર્ષની ઉંમરવાળા પર ભારત બાયોટેકની કોવેક્સિનનાં બીજા અને ત્રીજા તબક્કાનાં ટ્રાયલની મંજૂરી આપી દેશે. આ ટ્રાયલ AIIMS દિલ્હી, AIIMS પટના અને મેડિટ્રિના ઈન્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ નાગપુરમાં 525 લોકો પર કરવામાં આવશે.

There is good news for India, which is suffering from a shortage of vaccines amid the Koro epidemic. The central government has given permission to BIBCOL in Bulandshahr, Uttar Pradesh to develop corona vaccine. BIBCOL had entered into an agreement with Bharat Biotech for this. From October, 1.5 crore doses of covacin will be prepared here every month.

The Central Drug Control Organization has assigned the responsibility of production of covacin to 3 companies across the country.  This includes BIBCOL located in Chola village of Bulandshahr. This is a Government of India company. BIBCOL is currently developing a polio vaccine. Now corona covexin will also be made here. The Center has also allocated a budget of Rs 30 crore for vaccine production.

The company accounts for 60 per cent of the total production of the polio vaccine
BIBCOL accounts for 60% of the total polio vaccine production in the country. The company makes about 150 million doses each year. Given its production capacity, the company has been tasked with developing doses of covacin. The BIBCOL company will start making doses of covacin from October. ICMR and Bharat Biotech have jointly developed a vaccine for indigenous covid-19.

Share Your Friends