Share Your Friends

ઓમિક્રોન થાય તો શું થાય?: શરીર તૂટે, તાવ આવે ત્યારે ટાઢ પણ ચડે; શરદી-ઉધરસ નથી થતાં, કર્ણાટકના ઓમિક્રોનના દરદીએ વર્ણવ્યાં લક્ષણો

Source by – Divya Bhaskar કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં હોબાળો મચી ગયો છે. ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. આ સપ્તાહે જ કર્ણાટકમાં ઓમિક્રોનના બે નવા કેસ નોંધાયા છે. એમાંથી એક દર્દી 46 વર્ષના ડોક્ટર પણ છે, જોકે તેમની તબિયત હાલ સારી છે. તેમણે જાતે જ એક મીડિયા ન્યૂઝપેપરને ઈન્ટરવ્યુ આપતાં કહ્યું હતું કે તેમને વધારે કોઈ તકલીફ નથી. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકામાં મળેલો આ વેરિયન્ટ ખૂબ જોખમી માનવામાં આવે છે. એ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સંજોગોમાં સામાન્ય સવાલ ઊભો થાય કે શું આ વેરિયન્ટનાં લક્ષણ અલગ છે? તો આવો, જાણીએ કે ઓમિક્રોનથી સંક્રમિત ડોક્ટરે જાતે જ વર્ણવેલી તેમની સ્થિતિ વિશે…

સંક્રમિત ડોક્ટરે એક મીડિયા ન્યૂઝપેપરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બીમારી કરતાં વધારે મુશ્કેલ છે ઘરમાં બંધ રહેવું. જ્યારે તેમને ખબર પડી કે તેઓ ઓમિક્રોન સંક્રમિત છે ત્યારે સૌથી પહેલા તેમણે પોતાની જાતને ક્વોરન્ટીન કરી લીધા અને મન-મગજ શાંત કરવાનો પ્રયત્ન કર્યો. તેમનાં પત્ની અને બાળકો પણ ક્વોરન્ટીન થઈ ગયાં હતાં. હાલ તેમની સ્થિતિ ઘણી સારી છે, પરંતુ તકેદારીના ભાગ રૂપે હાલ તેઓ બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે.

વધારે ગુજરાતી માં જાણકારી માટે

ઓક્સિજન લેવલમાં કોઈ વાંધો નથી આવ્યો- ડોક્ટર
ઓમિક્રોનનાં લક્ષણો વિશે વાત કરતાં ડોક્ટરે કહ્યું હતું કે તેમને ખૂબ બોડીપેઇન થતું હતું અને એ સિવાય તેમને સામાન્ય તાવ આવ્યો હતો, પરંતુ શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહોતી થતી. તેઓ તેમનું ઓક્સિજન લેવલ પણ સતત ચેક કરતા હતા, પરંતુ એ નોર્મલ જ હતું. 21 નવેમ્બરથી તેમને તાવ આવવાની શરૂઆત થઈ હતી. તાવ સમયે તેમને ઠંડી લાગતી અને બોડીપેઈન થતું. એ સિવાય તેમને શરદી-ખાંસી કે કફની કોઈ તકલીફ નહોતી થઈ. 21 નવેમ્બરે તાવ આવતાં જ તેમનો બીજા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ઓમિક્રોન સંક્રમણની સારવાર કેવી રીતે થાય છે?
સંક્રમિત થયા પછી ડોક્ટર 2-3 દિવસ પોતાના ઘરે જ રહ્યા હતા, પરંતુ આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો અને તાવ ઊતરતો ના હોવાથી તેમણે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 25 નવેમ્બરે મને મોનોક્લોનલ એન્ટિબોડીનો ડોઝ આપવામાં આવ્યો. એને કારણે મને ઘણો ફાયદો થયો. બીજા જ દિવસથી મારામાં કોરોનાના કોઈ લક્ષણ નહોતાં. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં એક વાયરોલોજિસ્ટે કહ્યું હતું કે ઓમિક્રોન પર મોનોક્લોનલ એન્ટિબોડીઝ અથવા કોકટેલ ટ્રીટમેન્ટની વધારે કોઈ અસર થતી નથી.

પરિવારના લોકો પણ સંક્રમિત
ડોક્ટર હાલ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ આ દરમિયાન તેમની પત્નીમાં પણ કોરોનાનાં લક્ષણ જોવા મળ્યાં હતાં. ત્યાર પછી 26 નવેમ્બરે તેમનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તો તેઓ પણ પોઝિટિવ નોંધાયાં હતાં. ત્યાર પછી તેમની દીકરીઓનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.

Omicron, a new variant of the corona virus, has caused a stir around the world. Omicron has also entered India. This week alone, two new cases of Omicron have been reported in Karnataka. One of the patients is also a 46-year-old doctor, although he is currently in good health. He himself told a media newspaper that he had no more problems.  It is noteworthy that this variant found in South Africa is considered very dangerous.  It is spreading very fast. The common question in these circumstances is whether the features of this variant are different?  So come on, let’s find out about the condition described by the doctor infected with Omicron himself …

The infected doctor said in an interview with a media newspaper that it was more difficult to stay at home than to be ill.  When he found out he was infected with Omicron, he first quarantined himself and tried to calm his mind.  His wife and children were also quarantined.  He is in a stable condition but has been admitted to a hospital in Bengaluru as a precautionary measure.

Share Your Friends