24 ઈંચનું ટીવી માત્ર ₹6999માં ખરીદી શકાશે, મોબાઈલ પર 40% સુધીનું તો બેંક ઓફરમાં 10%નું ડિસ્કાઉન્ટ મળશે
ફ્લિપકાર્ટે આ સેલને ‘બિગ સેવિંગ ડેઝ’ સેલ અને એમેઝોને તેને ‘ગ્રેટ રિપબ્લિક ડે’ સેલ નામ આપ્યું છે. સેલમાં સમાર્ટફોન, લેપટોપ, ગેજેટ્સ, એક્સેસરીઝ, ઈલેક્ટ્રોનિક આઈટેમ્સ સહિતની પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કેટલીક નવી પ્રોડક્ટ્સ આ સેલમાં જ લોન્ચ થવાની છે.
સેલમાં મળતી બેંક ઓફર્સ
ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ દરમિયાન ICICI બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ગ્રાહકોને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. એમેઝોન પર SBIના ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય એક્સચેન્જ ઓફરનો પણ લાભ ઉઠાવી શકાશે.
ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મળતું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ પર પોકો, એપલ, રિયલમી, સેમસંગ અને અન્ય બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ , સ્માર્ટવોચ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ, ફિટનેસ બેન્ડ અને લેપટોપ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
વેસ્ટિંગહાઉસ ટીવી પર મળતી ઓફર
મોડેલ | સાઈઝ (ઈંચ) | ખરીદી કરો | કિંમત (રૂપિયામાં) | ઓફર પ્રાઈસ (રૂપિયામાં) | |
WH24PL01 | 24 | ક્લિક Here | 7999 | 6999 | |
WH32SP12 | 32 | Click Here | 12999 | 11999 | |
WH40SP50 | 40 | Click Here | 18499 | 16999 | |
WH43SP77 | 43 | Click Here | 20999 | 18999 | |
WH55UD45 | 55 | Click Here | 32999 | 32999 |
સેલમાં વેસ્ટિંગહાઉસના બેઝિક વેરિઅન્ટની કિંમત 6999 રૂપિયા છે. આ ટીવીમાં 24 ઈંચની ડિસ્પ્લે, 20 વૉટના સ્પીકર, ઓડિયો ઈક્વલાઈઝર, ઓટોમેટિક વોલ્યુમ લેવલ સહિતનાં ફીચર્સ મળે છે. આ HD ટીવીનું રિઝોલ્યુશન 1366 x768 પિક્સલ છે. જોકે આ સ્માર્ટ ટીવી નથી.
32 ઈંચ અને 40 ઈંચના ટીવી FHD સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. તેની કિંમત ક્રમશ: 11,999 રૂપિયા અને 16,999 રૂપિયા છે. આ બંને ટીવી એન્ડ્રોઈડ 9 OS પર રન કરે છે. ટીવીમાં એકદમ પાતળા બેઝલ્સ છે. તેમાં 24 વૉટના સ્પીકર મળે છે. ટીવી સરાઉન્ડ સાઉન્ડ ટેક્નોલોજી, 40 નિટ્સ બ્રાઈટનેસ, 2 સ્પીકર, 1GBની રેમ અને 8GBનાં સ્ટોરેજથી સજ્જ છે.
43 ઈંચના FHD ટીવીમાં 30 વૉટનો સાઉન્ડ મળે છે. સેલમાં તેની કિંમત 18,990 રૂપિયા છે. તે એન્ડ્રોઈડ 9 OS સપોર્ટ કરે છે. ટીવી હાઈ ડાયનેમિક રેન્જ માટે 500 નિટ્સ બ્રાઈટનેસ સપોર્ટ કરે છે. તેમાં સરાઉન્ડ સાઉન્ડ ટેક્નોલોજી, 1GB રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
55 ઈંચનાં UHD અલ્ટ્રા થિન ટીવીમાં 40 વૉટના સ્પીકર, HDR10, 2GB રેમ, 8GB સ્ટોરેજ, 2 સ્પીકર્સ, સરાઉન્ડ સાઉન્ડ ટેક્નોલોજી અને 500 નિટ્સ બ્રાઈટનેસ સપોર્ટ મળે છે. તેની કિંમત 32,999 રૂપિયા છે.
બ્લોપંક્ટ ટીવી પર મળતી ઓફર
મોડેલ | ખરીદી કરો | સાઈઝ (ઈંચ) | કિંમત (રૂપિયામાં) | ઓફર પ્રાઈસ (રૂપિયામાં) |
32CSA7101 | ક્લિક Here | 32 | 14499 | 12999 |
42CSA7707 | Click Here | 42 | 21999 | 19999 |
43CSA7070 | Click Here | 43 | 30999 | 26999 |
50CSA7007 | Click Here | 50 | 35999 | 33999 |
55CSA7090 | Click Here | 55 | 40999 | 36999 |
65CSA7030 | Click Here | 65 | 55999 | 52999 |
ટીવીનાં 32 ઈંચનાં બેઝિક વેરિઅન્ટની ઓફર પ્રાઈસ 12,999 રૂપિયા છે. તેમાં HD ડિસ્પ્લે સાથે 40 વૉટના સ્પીકર મળે છે. 42 ઈંચનું ટીવી FHD ટીવી 1,920×1080 પિક્સલ સપોર્ટ કરે છે. તેની ઓફર પ્રાઈસ 19,999 રૂપિયા છે. તેમાં સરાઉન્ડ સાઉન્ડ સર્ટિફિકેટ ઓડિયોવાળા 40 વૉટના 2 સ્પીકર્સ મળે છે.
43 ઈંચ મોડલ UHD રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. તેની પ્રારંભિક કિંમત 26,999 રૂપિયા છે. તેમાં 50 વૉટ સ્પીકર સાથે બેઝલ લેસ ડિઝાઈન મળે છે. તે ડોલ્બી ડિજિટલ પ્લસ, DTS ટ્રુસરાઉન્ડ સર્ટિફિકેટ ઓડિયોથી સજ્જ 4 સ્પીકર સાથે આવે છે.
50 ઈંચનાં UHD ટીવીની કિંમત 33,999 રૂપિયા છે. તેનું રિઝોલ્યુશન 3840×2160 પિક્સલ છે. તે એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે.
55 ઈંચનાં UHD ટીવીની કિંમત 36,999 રૂપિયા છે. તે 60 વૉટ સ્પીકર સપોર્ટ કરે છે. 65 ઈંચના UHD ટીવીની કિંમત 52,999 રૂપિયા છે. તે એન્ડ્રોઈડ 10 અને 60 વૉટના સ્પીકર સપોર્ટ કરે છે. આ સિવાય પણ ટીવીમાં અનેક એડવાન્સ્ડ ફીચર મળે છે.