Share Your Friends

સીનિયર એડવોકેટ, ‘સરકાર RT-PCR કીટ ઓછી આપે એટલે ટેસ્ટ ઓછા થાય છે.

Corona update Gujarat high court

હાઈકોર્ટ આગામી સપ્તાહે હોસ્પિટલમાં ફાયર NOC મામલે વધુ એક સુનાવણી કરશે. સિનિયર એડવોકેટ પરસી કવિનાએ ટેસ્ટિંગની અછત, ધીમા વેક્સિનેશનનો મુદ્દો ઉછાળ્યો.

કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં આજે ફરી સુનાવણી શરૂ કરાઈ હતી. જેમાં એડવોકેટ અમિત પંચાલે ભરુચની હોસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે રજૂઆત કરી હતી. જેમાં હોસ્પિટલ પાસે ફાયર NOC નહોતું તેવી જાણ કરવામાં આવી હતી. સાથે જ આવા બનાવના રોકવા માટે હવે સરકારે ગંભીરતાથી જોવું જોઈએ તેમ કહ્યું હતું. સાથે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે, આ ફાયર NOC મામલે આવતા અઠવાડિયે વધુ એક સુનાવણી કરીશું.

નાના શહેરોમાં ટેસ્ટિંગની સુવિધાનો અભાવ
હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સીનિયર એડવોકેટ પરસી કવિના ટેસ્ટિંગની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક શહેરોમાં રિસોર્સની અછત સર્જાય છે જેમાં ઘણા પ્રોબ્લેમ છે જેમાં મુખ્ય 3 સમસ્યા છે જેમાં પહેલું છે ટેસ્ટનું રિપોર્ટિંગ જે લેટ થાય છે, બીજું છે જેમાં કેટલાક જિલ્લાના ગામોમાં ટેસ્ટિંગની વ્યવસ્થા નથી અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં સાધનો ઘૂળ ખાય છે ત્યાં પૂરતો સ્ટાફ નથી. આ ગંભીર બાબત છે. તેમણે કહ્યું, અમારા એડવોકેટ એસો.એ જિલ્લાના બાર એસો.જોડે વાત કરીને પરિસ્થિતિઓ જાણી છે એને ધ્યાનમાં લઈને આજે રજૂઆત કરી એ છે. સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, તાપી નર્મદા,પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ અભાવ છે. ધન્વતંરી રથ પણ ક્યાંય લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ PHC સેન્ટર આગળ જ પાર્ક હોય છે. નાના શહેરો અને ગામડાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, સુવિધાઓ અને સારવાર નો અભાવ છે.

‘સરકારે ટેસ્ટ ઘટાડ્યા, એટલે કેસ ઘટ્યા’
એડવોકેટ પરસી કવિનાએ આગળ કહ્યું, DRDO હોસ્પિટલમાં 600 જેટલા જ બેડ કાર્યરત છે એ કેમ બધા ચાલુ કરવામાં નથી આવતા. તમે DRDO હોસ્પિટલમાં બાથરૂમ જોવો તો ખબર પડે કેટલી ગંદકી છે. ગાંધીજી તો ક્યારના સફાઈ અને સ્વચ્છતાની વાત કરી ગયા છે આપણને આની વ્યવસ્થા હજી નથી આવડી. કોઈ સ્ટાફ નથી ત્યાં સફાઈ કામદારોનો. RT-PCR ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ યોગ્ય નથી. 26 જગ્યાએ RT-PCR ચાલુ કરવામાં આવ્યા, ત્યાં પણ કોઈ આંકડા મળતા નથી. RT-PCRની કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે ટેસ્ટ ઓછા થાય છે, એટલે ટેસ્ટિંગ ઓછા થાય છે અને કેસ ઓછા આવે છે. સરકારને એવું લાગે છે કે રાહત થઈ. વેક્સિનેશનમાં પણ ફિયાસકો થયો છે. સરકારે કેટલા ડોઝ મંગાવ્યા એ તો જાહેરાત કરે છે પણ કેટલા આવ્યા એ પણ કહેવું જોઈએને કેમ જણાવતા નથી.

Government reduces tests, so cases fall ‘
Advocate Percy Kavina further asked why not all the 600 beds in the DRDO hospital are operational. If you look at the bathroom in DRDO hospital you will know how much dirt there is. When did Gandhiji talk about cleanliness and hygiene? We have not come up with this arrangement yet. There is no staff of scavengers. There is a lot of variation in the statistics of RT-PCR testing. This is not right. RT-PCRs were turned on in 26 places, there are no statistics. The RT-PCR kit also gives less at the government place so the test is less, so the testing is less and the case is less. The government feels relieved. There has also been a fiasco in vaccination. The government announces how many doses it has ordered but does not say how many have arrived.

‘અમે કેન્દ્રને પૂછીશું કે તે રાજ્યને રેમડેસિવિર કેટલા અને કઈ રીતે આપે છે’
એડવોકેટ પરસી કવિનાની દલીલ પર હાઇકોર્ટે કહ્યું કે, રેમડેસિવિર કેન્દ્ર સરકાર રાજ્યને કઈ રીતે આપે છે કેટલા આપે એ પણ અમે પુછીશું. એડવોકેટ શાલીન મહેતાએ કહ્યું કે, હજી ઓક્સિજનની અછત છે. ઓક્સિજન વગર દર્દોઓ હાલત ગંભીર થઈ રહી છે. દરેક હોસ્પિટલ દર્દીઓને ઓક્સિજન માટે ના પડે છે એવું ન કરવું જોઈએ આ બાબતે સરકારે કઈ કરવું જોઈએ હોસ્પિટલમાં તો ઓક્સિજન પૂરો પાડવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કોરોનાની ચેઇન તોડવા રાજ્યમાં લોકડાઉનની જરૂર લાગે તો લોકડાઉન લાદવા માટે કહ્યું છે. લગ્નમાં 50 લોકોની હાજરી યોગ્ય નથી. સંક્રમણ વધી શકે છે. DRDO હોસ્પિટલમાં જમવાનું 4 વાગે મળે છે અને દર્દીઓને બાથરૂમ લઈ જવા માટે કોઈ હોતું નથી. 1 કલાક બેડમાં બેસી ને રાહ જોવી પડે છે.

સુઓમોટો PIL પર સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
રાજ્યમાં 1190 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર સામે કેન્દ્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન પૂરો પાડે છે જ્યારે બાકીનો જથ્થો રાજ્ય સરકાર અન્ય રીતે મેળવતી હોવાનો દાવો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી એફિડેવીટમાં સરકારે કર્યો છે. રેમડેસિવિરના ડોઝમાં પણ અમદાવાદ જિલ્લાને કુલ જથ્થાના 25.44 ટકા આપી દેવામાં આવે છે. એફિડેવીટમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની માગણીને કારણે કેન્દ્રએ 200 મેટ્રીક ટન જેટલો વધારે મેડિકલ ઓક્સિજનનો જથ્થો આપ્યો છે. રાજ્ય કક્ષાએ સરકારે ઓક્સિજન સપ્લાય માટે કંન્ટ્રોલરૂમ પણ તૈયાર કર્યો છે.

પહેલા કોરોના વેવમાં 50 હજાર બેડ હતા ત્યાં 1 મેની સ્થિતિએ 1,03,033 બેડ ઉભા કરવામાં આવ્યા છે. જીએમડીસી ખાતેના ધનવંતરી હોસ્પિટલમાં પણ 2જી મેની સ્થિતિએ 641 જેટલા દર્દીઓ દાખલ થયા છે. સરકારે કહ્યું છેકે, તેમણે આરટીપીસીઆરના મશીનો વધારીને ટેસ્ટની સંખ્યામાં મોટો વધારો કર્યો છે. સરકાર પાસે જ 72 મશિનો છે. ટેસ્ટ માટે તમામ લેબરોટરી જે અગાઉ 2 શીફ્ટમાં ચાલતી હતી તે હવે 24 કલાક ચાલે છે.

The government filed an affidavit in the High Court on Suomoto PIL
In an affidavit filed before the Gujarat High Court, the government has claimed that the Center provides 975 metric tonnes of oxygen against the requirement of 1190 metric tonnes of oxygen in the state while the rest is being procured by the state government in other ways. Ahmedabad district is also given 25.44 per cent of the total quantity in the dose of Ramdasivir. According to the affidavit, the Center has provided more than 200 metric tonnes of medical oxygen due to the demand of the state government. At the state level, the government has also set up a control room for oxygen supply.

As of May 1, 1,03,033 beds have been erected in Corona Wave where there were 50,000 beds. Dhanwantari Hospital at GMDC has also admitted 641 patients as on May 2.  The government has said it has significantly increased the number of tests by increasing the number of RTPCR machines. The government alone has 72 machines. All the laboratories for the test which used to run in 2 shifts now run 24 hours.

Share Your Friends
5 Thing to Know Russia Allow International Trade Don’t Miss 6 Things to know Crypto Currency BINANCE BNB hack Update 2022 Don’t Miss Planet Hollywood Las Vegas Miranda Lambert Few Things Don’t Miss 5 Thing to Know In Fallout New Vegas Game Don’t Miss Some Facts For Sara Lee WWE Wrestler Former Police Officer Attacks Thai Day Care Center Mass Killing